Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CSK એ IPL ના ઈતિહાસમાં પહેલીવાર લખનૌને હરાવ્યું, આ 2 ખેલાડી બન્યા જીતના હીરો

CSK એ  IPL ના ઈતિહાસમાં પહેલીવાર લખનૌને હરાવ્યું, આ 2  ખેલાડી બન્યા જીતના હીરો
, મંગળવાર, 4 એપ્રિલ 2023 (00:21 IST)
CSK vs LSG IPL 2023: IPL 2023 ની તેમની બીજી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સીએસકેએ લખનૌની ટીમને 218 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને લખનૌની ટીમ હાંસલ કરી શકી નહોતી. IPL 2023માં સીએસકેની આ પહેલી જીત છે. ચેન્નઈ સુપર કિંગ્સ માટે ઘણા સ્ટાર ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. આ ખેલાડીઓના કારણે સીએસકેની ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી.
 
લખનૌની બેટિંગ ભાંગી પડી 
લખનૌ સુપર જાયન્ટ્સના ઓપનરોએ ઇનિંગની શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. કાયલ મેયર્સ અને કેએલ રાહુલે આખા મેદાન પર સ્ટ્રોક ફટકાર્યા હતા, પરંતુ મેયર્સ આઉટ થતાં જ લખનૌની બેટિંગ પડી ભાંગી હતી. મેયર્સે 22 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે દીપક હુડ્ડાએ 2 રન અને કૃણાલ પંડ્યાએ 9 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓ મેચમાં અસર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. માર્કસ સ્ટોઇનિસે 21 રનનું યોગદાન આપ્યું હતું. નિકોલસ પૂરને ચોક્કસપણે 32 રન બનાવ્યા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં.
 
આ ખેલાડીએ કર્યું અદ્ભુત પ્રદર્શન 
ચેન્નઈ સુપર કિંગ્સ માટે મોઈન અલીએ શાનદાર બોલિંગ કરી હતી. તેમણે ચાર ઓવરમાં 26 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત  તેમને બેટિંગમાં પણ કમાલ કરતા 19 રન બનાવ્યા હતા. સાથે જ સમયે, તુષાર દેશપાંડે અને મિશેલ સેન્ટનરે 1-1 વિકેટ લીધી હતી. શરૂઆતમાં ચેન્નઈના બોલરોએ ઘણા રન લૂટાવી દીધા હતા, પરંતુ ત્યાર બાદ લખનૌની બેટિંગ ભાંગી પડી. 
 
સીએસકેએ આપ્યો 218 રનનો ટાર્ગેટ 
ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે અદ્ભુત ભાગીદારી કરી. ગાયકવાડે 57 અને કોનવેએ 47 રન બનાવ્યા હતા. આ સાથે જ શિવમ દુબેએ 27 રનનું યોગદાન આપ્યું હતું. અંબાતી રાયડુ અને મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી ઓવરમાં શાનદાર બેટિંગ કરી હતી. રાયડુએ 27 અને ધોનીએ 12 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે ચેન્નઈની ટીમ પહાડ જેવો મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી માર્ક વૂડ અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી હતી. આ સાથે જ અવેશ ખાનને 1 વિકેટ મળી હતી.
 
સીએસકેએ મેળવી પહેલી જીત 
ગત સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં લખનૌની ટીમનો વિજય થયો હતો. સાથે જ સીએસકેની ટીમે હવે છેલ્લી સિઝનનો બદલો લઈ લીધો છે અને લખનૌ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું છે. આઈપીએલના ઈતિહાસમાં લખનૌ સામે સીએસકેની આ પ્રથમ જીત છે. ચેન્નઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચાર વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધાનેરાના 54 ગામ આંજણા ચૌધરી સમાજનો ઠરાવ, યુવાનો ફેશનેબલ દાઢી રાખશે તો 51 હજાર દંડ