Webdunia - Bharat's app for daily news and videos

Install App

NZ vs IND 1st ODI Match: રૉસ ટેલરની શાનદાર સદી, ન્યુઝીલેંડે ભારતને 4 વિકેટથી હરાવ્યુ

NZ vs IND 1st ODI
Webdunia
બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (16:37 IST)
ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે ત્રણ મેચોની વનડે ઈંટરનેશનલ શ્રેણીની પ્રથમ મેચ હૈમિલ્ટ્રેનના સેડન પાર્કમાં રમાય રહી છે. ટૉસ હાર્યા પછી પ્રથમ બેટિંગને આમત્રણ મળ્યા પછી ટીમ ઈંડિયાએ 50 ઓવરમાં ચાર વિકેટ પર 347 રન બનાવ્યા.  શ્રેયસ ઐય્યરે ભારત તરફથી સૌથી વધુ 103 રનનુ યોગદાન આપ્યુ.  આ ઉપરાંત કેએલ રાહુલે નોટઆઉટ 88 રન બનાવ્યા. કપ્તાન વિરાટ કોહલીએ 51 રન બનાવ્યા. 

ન્યુઝીલેંડે પહેલી વનડે ઈંટરનેશનલ ક્રિકેટ મેચમાં બુધવારે ભારતને ચાર વિકેટથી હરાવીને ત્રણ મેચોની સીરિઝ 1-0થી  બઢત બનાવી. આખરે ટી-20 સીરિઝમાં સતત પાંચ મેચોમાં હારનો સામનો કર્યા બાદ કીવિઓએ વનડે સીરિઝની શરૂઆત જીતની સાથે કરી છે.
 
ટીમ ઈન્ડિયાએ આપેલા 348 રનનો પીછો કરતા કિવિઝે 48.1ઓવરમાં લક્ષ્યાંક ચેઝ કર્યો હતો. ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન રોસ ટેલરે કરિયરની 21મી સેન્ચુરી મારી હતી. તેણે ધમાકેદાર ઇનિંગ્સ રમતા 84 બોલમાં અણનમ 109 રન કર્યા. તેના સિવાય હેનરી નિકોલ્સ અને કપ્તાન ટોમ લેથમે ફિફટી મારી હતી. નિકોલ્સે 82 બોલમાં 11 ફોરની મદદથી 78 રન કર્યા હતા. જ્યારે લેથમે 48 બોલમાં 8 ફોર અને 2 સિક્સની મદદથી 69 રન કર્યા હતા. ભારત માટે કુલદીપ યાદવે 2 વિકેટ, જ્યારે શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીએ 1-1 વિકેટ લીધી હતી. બીજી વનડે 8 ફેબ્રુઆરીએ ઓકલેન્ડમાં રમાશે.
 
મેચમાં પૃથ્વી શો અને મયંક અગ્રવાલની જોડી ભારત માટે ઈનિંગની શરૂઆત કરવા માટે ઉતર્યા. આ બંને ખેલાડીઓએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાવી. આઠમી ઓવરમાં કાલિન ડિ ગ્રેન્ડહોમે ભારતને પ્રથમ ઝટકો આપ્યો. તેની ઓવરમાં પૃથ્વી શો આઉટ થઈ ગયા. પૃથ્વી શો 20 રન બનાવી પેવેલિયન પરત ફર્યા.
 
આ પહેલા ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને પાંચ મેચની ટી-20 ઇન્ટરનેશનલ સીરીઝમાં 5-0થી સુપડા સાફ કર્યા હતા. ભારતીય ટીમ હવે વનડે સીરીઝમાં કીવિઓ પર પોતાનો દબદબો બનાવી રાખવા ઇચ્છે તે સ્વાભાવિક છે.
 
ન્યૂઝીલેન્ડની ટીમે 26 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 156 રન બનાવી લીધા છે, હેનરી નિકોલસ 77 રન અને રૉસ ટેલર 26 રને ક્રિઝ પર છે.
 
ભારત તરફથી શ્રેયસ અય્યરે શાનદાર ઇનિંગ રમતા વનડે કેરિયરની પ્રથમ સદી ફટકારી હતી, ઉપરાંત કેએલ રાહુલે પોતાની બેસ્ટ બેટિંગના દમ પર 88 રનની ઇનિંગ રમીને ટીમને 347 રન સુધી પહોંચાડી હતી. કેપ્ટન કોહલીએ પણ 51 રનની ઇનિંગ રમી હતી.
 
કિવી ટીમ તરફથી ટિમ સાઉથીને સૌથી વધુ 2 વિકેટ તથા ડી ગ્રાન્ડહૉમ અને ઇશ સોઢીને 1-1 વિકેટ મળી હતી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments