Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2023 Orange Cap Purple Cap Holder : કોણ બનશે આ વર્ષનો ઓરેંજ કૈપ અને પર્પલ કૈપનો વિજેતા, જાણો કોનો દાવો છે મજબૂત

purple cap and orange cap
Webdunia
ગુરુવાર, 18 મે 2023 (12:25 IST)
IPL 2023 Orange Cap Purple Cap Holder : આઈપીએલ 2023 હવે પોતાના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યુ છે.  ટીમો વચ્ચે જ્યા એક બાજુ પ્લેઓફમા સ્થાન બનાવવાની હોડ લાગી છે તો  બીજી બાજુ પ્લેયર્સ વચ્ચે પર્પલ કેપ અને ઓરેંજ કેપને લઈને જોરદાર રસાકસી ચાલી રહી છે. આ સમયે જે ખેલાડી આ રેસમાં આગળ ચાલી રહ્યો છે તે એક જ મેચ પછી પાછળ થઈ શકે છે અને જે પાછળ છે તેની પાસે એક મેચ પછી આગળ નીકળવાની તક રહેશે.  આ તેમને સારી રીતે ખબર છે કે આવનારા બે થી ત્રણ દિવસની અંદર તેની તસ્વીર સ્પષ્ટ થઈ જશે. પણ આ પહેલા તમારે જાણવુ જોઈએ કે હાલ કોણ આગળ ચાલી રહ્યુ છે અને તેને જીતવા માટે કોનો દાવો સૌથી મજબૂત છે. 
 
આઈપીએલ  2023માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન છે ફૉફ ડુપ્લેસી, ઓરેંજ કૈપ પર કબજો 
 
આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીને ઓરેંજ કૈપ આપવામાં આવશે. બીજી બાજુ સૌથી વધુ વિકેટ લેનારા બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. દરેક મેચ પછી આ કૈપ બદલવામાં આવે છે અને ફાઈનલ પછી નક્કી થાય છે કે આ વર્ષે આ કૈપ કોના માથાનો મુકુટ બનશે. હાલ ની વાત કરવામાં આવે તો આરસીબીના કપ્તાન ફૉફ ડુપ્લેસી આ મામલે સૌથી આગળ ચાલી રહ્યા છે. તેમના 12 મેચોમાં 631 રન છે.  તેમની પાસે પ્લેઓફ પહેલા બે વધુ તક છે કે તેઓ વધુ રન બનાવીને પોતાની લીડને વધારવાનુ કામ કરશે. 
 
ત્યારબાદ જો આપણે બીજા નંબરની વાત કરીએ, તો ગુજરાત ટાઇટન્સના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ છે. તેમણે અત્યાર સુધી રમાયેલી 13 મેચમાં 576 રન બનાવ્યા છે. રાજસ્થાન રોયલ્સની ઓપનર યશસ્વી જયસ્વાલ 13 મેચમાં 575 રન સાથે ત્રીજા નંબર પર છે. CSKના ઓપનર ડ્વેન કોનવેએ 498 રન બનાવ્યા છે. બીજી બાજુ  સૂર્યકુમાર યાદવે 13 મેચમાં 486 રન બનાવ્યા છે. આ તમામની હજુ એક મેચ બાકી છે અને જે ટીમ પ્લેઓફમાં જશે તેમને થોડી વધુ તક મળશે. પરંતુ હાલ અહી ફાફ ડુપ્લેસી કિંગ છે અને બે નંબરના બેટ્સમેન કરતા તેમની લીડ પણ ઘણી સારી છે. 

<

Updated Orange Cap And Purple Cap List After Match No. 62 Of IPL 2023 
#TATAIPL2023 #IPL2023 #CricketTwitter pic.twitter.com/MAcX2tObJf

— Crickwik (@crickwik) May 16, 2023 >
 
આઈપીએલ 2023માં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે મોહમ્મદ શમી, પર્પલ કૈપ પર કર્યો છે કબજો 
 
 સૌથી વધુ વિકેટ લેનારા બોલરની વાત કરવામાં આવે તો અહી ગુજરાત ટાઈટંસના ઝડપી બોલર મોહમ્મદ શમીનો કબજો છે.  તેઓ 13 મેચમાં 23 વિકેટ લઈ ચુક્યા છે. રાશિદ ખાનની એટલી જ મેચોમાં 23 વિકેટ છે, જેનો અર્થ એ છે કે અહીં કાંટાની ટક્કર છે અને તે એક વિકેટથી આગળ પાછળ થઈ શકે છે. ત્રીજા નંબર પર 13 મેચ રમ્યા બાદ રાજસ્થાન રોયલ્સનો યુઝવેન્દ્ર ચહલ યથાવત છે.  સાથે જ મુંબઈ ઈન્ડિયન્સના પિયુષ ચાવલા 20 વિકેટ લેવામાં સફળ રહ્યા છે. વરુણ ચક્રવર્તીએ અત્યાર સુધીમાં 19 વિકેટ લીધી છે અને તે પાંચમાં નંબર પર છે. ખાસ વાત એ છે કે આ તમામ બોલરોએ અત્યાર સુધી સમાન 13 મેચ રમી છે અને લીગ તબક્કામાં વધુ એક મેચ બાકી છે. આ પછી, જે ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થશે તેમને થોડી વધુ મેચોમાં વિકેટ લેવાની તક મળશે. એટલે કે પર્પલ કેપની વાત કરીએ કે ઓરેન્જ કેપની, લડાઈ ઘણી રસપ્રદ બની ગઈ છે, જોવાનું એ રહેશે કે 28 મેના રોજ IPLની ફાઈનલ રમાશે, જેમાં કઈ ટીમ જીત મેળવવામાં સફળ રહેશે.
 
IPL 2023 માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન 
 
ફાફ ડુ પ્લેસિસઃ 631 રન
શુભમન ગિલ: 576 રન
યશસ્વી જયસ્વાલઃ 575 રન
ડેવોન કોનવે: 498 રન
સૂર્યકુમાર યાદવઃ 486 રન
 
IPL 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
 
મોહમ્મદ શમીઃ 23 વિકેટ
રાશિદ ખાનઃ 23 વિકેટ
યુઝવેન્દ્ર ચહલ: 21 વિકેટ
પીયૂષ ચાવલાઃ 20 વિકેટ
વરુણ ચક્રવર્તીઃ 19 વિકેટ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments