Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2023 Playoff scenario - લખનૌની જીતથી કોને ફાયદો અને કોને નુકસાન? સંપૂર્ણપણે ગુચવાઇ ગયો છે પ્લેઓફ પેચ

Lucknow Super Giants beats Mumbai
, બુધવાર, 17 મે 2023 (00:08 IST)
Lucknow Super Giants beats Mumbai
LSG vs MI: IPL 2023ની 63મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ સામે હતી લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ. આ રોમાંચક મેચમાં લખનૌની ટીમે 5 રનથી જીત મેળવી હતી. આ મેચમાં લખનૌની ટીમે પ્રથમ બેટિંગ કરતા 177 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 5 વિકેટ ગુમાવીને 172 રન જ બનાવી શકી હતી. આ મેચમાં લખનૌની જીત સાથે પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે, જ્યારે પ્લેઓફનું સમીકરણ હવે વધુ અટવાઈ ગયું છે.
 
રોમાંચક થઈ પ્લેઓફની જંગ 
મુંબઈ સામેની જીત સાથે હવે લખનૌની ટીમના 13 મેચમાં 15 પોઈન્ટ થઈ ગયા છે અને આ ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 13 મેચમાં 14 પોઈન્ટ સાથે ચોથા નંબર પર સરકી ગઈ છે. હવે આ બંને ટીમોની એક-એક મેચ બાકી છે. જો લખનૌ તેની આગામી મેચ જીતી જશે તો તેનું પ્લેઓફનું સ્થાન નિશ્ચિત થઈ જશે. બીજી તરફ, જો મુંબઈની ટીમ આગામી મેચ જીતે છે તો તેના 16 પોઈન્ટ થઈ જશે અને પછી મામલો નેટ રન રેટ પર પણ અટકી શકે છે. મુંબઈનો રન રેટ હાલમાં -0.128 છે.
 
આરસીબી-પંજાબ પાસે પણ સમાન તક  
મુંબઈની હાર બાદ હવે RCB અને પંજાબની ટીમ પાસે પણ પ્લેઓફમાં પહોંચવાની સમાન તક છે. ખાસ કરીને આરસીબી. RCB પાસે હાલમાં 12 મેચોમાં 12 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +0.166 છે. આવી સ્થિતિમાં, જો આ ટીમ તેની આગામી બંને મેચ જીતી લે છે, તો તેની પાસે મુંબઈ કરતાં વધુ સારી તક હશે. અને પંજાબના પણ માત્ર 12 પોઈન્ટ છે. પરંતુ આ ટીમ -0.268 ના ખરાબ રન રેટને કારણે પણ મુશ્કેલીમાં છે. આવી સ્થિતિમાં પંજાબને તેની આગામી બંને મેચો સારા માર્જિનથી જીતવી પડશે.
 
સીએસકેની ટીમ પણ રેસમાં
આ ઉપરાંત, અન્ય ટીમ કે જેની પાસે ક્વોલિફાય થવાની મોટી તક છે તે છે CSK. CSKના 13 મેચમાં 15 પોઈન્ટ છે અને આ ટીમ બીજા સ્થાને છે. સીએસકેને હવે ક્વોલિફાય થવા માટે તેની આગામી મેચ જીતવાની જરૂર છે. આ ઉપરાંત રાજસ્થાન રોયલ્સ અને કેકેઆરની તમામ આશાઓ અન્ય ટીમોની હાર પર ટકેલી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમરનાથ યાત્રાને લઈને મોટુ અપડેટ, હવે આ ઉમ્રના લોકો નહી કરી શકશે બાબા બર્ફાનીના દર્શન આ છે કારણ