Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વાયરસને લઈને ગુજરાત સરકાર સચેત, ખાનગી હોસ્પિટલોને પણ કોરોના વોર્ડ ઉભા કરવાનો આદેશ

Webdunia
શનિવાર, 7 માર્ચ 2020 (11:00 IST)
કોરોના વાઈરસના પગલે રાજકોટ જિલ્લા દ્વારા એકસન પ્લાન કરવામાં આવ્યો છે. ઘાતક રોગચાળો વકરે નહીં તે માટે અલગ અલગ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. સાથોસાથ ખાનગી હોસ્પિટલમાં કોરોના વોર્ડ શરુ કરવા સુચના આપવામાં આવી છે. તેમ જિલ્લા કલેકટર રૈમ્યા મોહને પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
 
ભારતમાં કોરોના વાયરસનાં દર્દીઓમાં વધારો થતાં ગુજરાતમાં સરકાર સતર્ક થઈ ગઈ છે. તેવામાં અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસ પણ મળી આવ્યા છે. કોરોના વાયરસને લઈ ગુજરાત સરકાર સતર્ક થઈ ગઈ છે. ગુજરાતના મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લાના તમામ કલેક્ટરોને સાવચેતીના પગલાં ભરવા માટે આદેશ કર્યા હતા. તેને અનુલક્ષીને કલેકટર દ્વારા તમામ તૈયારીઓ હાથધરી છે. સીવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ કાર્યરત છે.
 
ભૂતકાળમાં સ્વાઈન ફ્લૂ વખતે પ્રાઈવેટ હોસ્પિટલોમાં સ્થિતિ વણસ્યા પછી સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં રિફર કરવામા આવે ત્યારે ઘણું મોડી થયાના કિસ્સા બહાર આવ્યા હતા. આથી, કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા નાગરીકોએ સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા અમારો આગ્રહ છે.
 
રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ૨૪,૫૫૫ PPI કિટ, ૩૯,૦૪૧ N-૯૫ માસ્ક, ૮,૯૨,૩૦૦ ટ્રિપલ માસ્ક અને ૨૧,૨૫,૬૦૦ ગ્લવ્ઝનો જથ્થો ઉપલબ્ધ છે. સરકારી હોસ્પિટલોમાં લોજીસ્ટિકની કોઈ કમી નથી. જો કે, સરકારે ૬૧ બેઠકો કરીને ૩૭૦૦થી વધુ પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને પણ કોરોના વાઈરસના ઉપચાર માટે તાલિમબધ્ધ કર્યા છે.  
 
કોરોના વાઈરસના ટેસ્ટિંગ માટે અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજમાં લેબ કાર્યરત છે. જામનગરમાં એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં લેબની મંજૂરી મળી છે અને સુરત, રાજકોટ અને વડોદરામાં પણ ટેસ્ટિંગ માટે ભારત સરકારને દરખાસ્ત મોકલવામાં આવી છે.
 
આગમચેતીના ભાગરૂપે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ૫૭૬ આઈસોલેશન બેડ અને ૨૦૪ વેન્ટિલેટર તૈયાર છે. અચાનક જ પ્રાઈવેટ હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવાની સુચના કેમ અપાઇ એવા પ્રશ્નના જવાબમાં અગ્રસચિવ ડો. રવિએ કહ્યુ કે, ભારત સરકારે સુચના આપતા નિર્ણય કર્યો છે. વિદેશથી આવતા અને બિન નિવાસી ગુજરાતીઓ મહદઅંશે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments