Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરી એકવાર ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરના ખૂલ્યા દ્રારા, આ નિયમોનું કરવું પડશે પાલન

Webdunia
મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (09:22 IST)
દેશભર સહિતમાં રાજ્યમાં કોરોનાએ પોતાના કહેર વર્તવાનું શરૂ કરી દીધું છે. પરંતુ છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ સાવચેતી જરૂરી છે.  શનિવારે 26 હજારની નજીક કેસ હતા જ્યારે આજે મંગળવારે અડધા જેટલા કેસ થઇ ગયા છે . રાજ્યમાં આજે નવા 13,805 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ 13,467 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,30,938 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ ઘટીને 86.49 ટકાએ પહોંચી ચુક્યો છે. 
 
ત્યારે ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે. જગતમંદિરના દ્વારા સોમવારથી ફરી દર્શનાર્થીઓ માટે ખુલી ગયું છે. કોરોનાના સંક્રમણને કારણે 17થી 23 સુધી દ્વારકા જગતમંદિર બંધ કરવામા આવ્યુ હતું. જો કે દ્વારકાધીશના દર્શને આવતા દર્શનાર્થીઓ માટે ફરજિયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામા આવશે.
 
આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે દ્વારકા જગતમંદિરના દ્વાર ફરી દર્શનાર્થીઓ માટે સોમવારથી ખોલવામાં આવ્યું છે. કોરોના મહામારીની ત્રીજી લહેર આવી ગઈ છે, ત્યારે ભક્તોમાં સંક્રમણનો ભય વધારે રહે છે. જેના કારણે દ્વારકા કલેકટર દ્વારા તા.17 થી લઇને તા.23 સુધી જગતમંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો હતો.
 
આજે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ અને કલેકટર દ્વારા તા.24થી શરતોને આધિન દર્શનાર્થીઓ માટે મંદિર ખોલવાનો નિર્ણય કરાયો છે. દર્શનાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. તેમજ ઓછામા ઓછુ 6 ફૂટનુ અંતર રાખી ભાવિકોને મંદિરમાં પ્રવેશ આપવામા આવશે.
 
મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવાને કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે. શામળાજી, શક્તિપીઠ બહુચરાજી, શક્તિપીઠ અંબાજી ,વડતાલનું સ્વામીનારાયણ મંદિર ,અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર સહિત અનેક મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે  મંગળવારે અડધા જેટલા કેસ થઇ ગયા છે . રાજ્યમાં આજે નવા 13,805 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ 13,467 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,30,938 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ ઘટીને 86.49 ટકાએ પહોંચી ચુક્યો છે. 
 
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 135148 કુલ કેસ છે. જે પૈકી 284 વેન્ટિલેટર પર છે. 134864 નાગરિકો સ્ટેબલ છે. 9,30,938 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ તઇ ચુક્યા છે. 10274 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 25 લોકોનાં મોત થઇ ચુક્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 06, સુરત કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનાં 2, વડોદરામાં 1, કચ્છમાં 1, સુરત 1, મહેસાણામાં 1, વલસાડમાં 1, નવસારીમાં 1, જામનગર કોર્પોરેશનમાં 3, પંચમહાલ 1, ભાવનગરમાં 1 સહિત કુલ 25 લોકોનાં મોત નિપજ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments