Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

માત્ર બે દિવસમાં અડધા થઇ ગયા કેસ, રિકવરી રેટ પણ સુધર્યો, મોતનો આંકડો ડરામણો

Cases halved in just two days
, મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (09:18 IST)
છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. આ એક મોટો ઘટાડો થયો છે શનિવારે 26 હજારની નજીક કેસ હતા જ્યારે આજે મંગળવારે અડધા જેટલા કેસ થઇ ગયા છે . રાજ્યમાં આજે નવા 13,805 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ 13,467 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,30,938 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ ઘટીને 86.49 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર કોરોના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 1,70,290 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 
 
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 135148 કુલ કેસ છે. જે પૈકી 284 વેન્ટિલેટર પર છે. 134864 નાગરિકો સ્ટેબલ છે. 9,30,938 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ તઇ ચુક્યા છે. 10274 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 25 લોકોનાં મોત થઇ ચુક્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 06, સુરત કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનાં 2, વડોદરામાં 1, કચ્છમાં 1, સુરત 1, મહેસાણામાં 1, વલસાડમાં 1, નવસારીમાં 1, જામનગર કોર્પોરેશનમાં 3, પંચમહાલ 1, ભાવનગરમાં 1 સહિત કુલ 25 લોકોનાં મોત નિપજ્યાં છે. 
 
આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન  વર્કર પૈકી 11 ને પ્રથમ 344 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 4809 ને પ્રથમ 18789 ને રસીનો બીજો ડોઝ 22239 ને અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 48791 ને ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 24972 રસીના ડોઝ જ્યારે 50335 ને પ્રીકોશન ડોઝ અપાયો છે. આ પ્રકારે કુલ 1,70,290 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 9,65,15,617 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં બનેલા કપડાના પ્રમોશન માટે અમેરિકાના જોર્જિયા, ટેક્સાસ અને કેલિફોર્નિયામાં યોજાશે એક્ઝિબિશન