suvichar

પાલનપુરમાં કોરોનાના શંકાસ્પદ દર્દીના મોત બાદ મૃતદેહ સ્મશાન બહાર બે કલાક રઝળ્યો

Webdunia
બુધવાર, 3 જૂન 2020 (14:38 IST)
પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો શંકાસ્પદ દર્દી સારવાર લઇ રહ્યો હતો. દરમિયાન તેનું આજે મોત નિપજતાં તેના મૃતદેહને અંતિમવિધિ માટે સ્મશાન ખાતે લઈ જવાયો હતો. જો કે સ્મશાન બંધ હોઇ અને દરવાજો ખોલવા માટે કોઈ તૈયાર ન હોવાથી નાયબ મામલતદાર,આરોગ્ય તેમજ પોલીસના જવાનોને મૃતદેહ સાથે સ્મશાનના દરવાજાની બહાર જ તાળું ખોલવાની રાહ જોઈ બેસી રહેવું પડ્યું હતું અને બે કલાક જેટલા સમય સુધી મૃતદેહ રઝળ્યો હતો. બાદમાં મૃતકના અગ્નિ સંસ્કાર કરાયા હતા. સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી દરમિયાન જાણે માનવતા પણ મરી પરવારી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. તેમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓને સ્મશાનમાં પણ અંતિમવિધિ કરવા માટે આનાકાની કરવામાં આવી રહી હોવાની રાવ ઉઠવા પામી છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મૂળ સંચોરના અને હાલ વ્યવસાય અર્થે પાલનપુર રહેતો યુવક કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર લઇ રહ્યો હતો. જેના મોત બાદ આજે સ્મશાન ખાતે અંતિમવિધિ માટે લઇ જવામાં આવ્યો હતો.જોકે ત્યાં તેનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે પણ  રઝળ્યો હતી.  આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના સાચોર નો વતની અને પાલનપુરમાં ધંધાર્થે રહેતા આ વ્યક્તિને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને તેનો રિપોર્ટ પણ હજુ સુધી આવવાનો બાકી છે. ત્યારે સારવાર દરમિયાન તેનું આજે મોત નિપજતાં મૃતકને અંતિમ વિધિ માટે પાલનપુરના  ગોબરીરોડ સ્થિત સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યો હતો. જો કે સ્મશાનના દરવાજાને તાળુ મારેલ હોઇ આ બાબતે જવાબદાર લોકોને જાણ કરવા છતાં કોરોનાના ફફડાટ વચ્ચે દરવાજાનું તાળું ખોલવામા ના આવતા આરોગ્ય તેમજ પોલીસ કર્મીઓએ મૃતદેહ સાથે જ દરવાજાની બહાર બે કલાક સુધી રાહ જોવી પડી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગરમીમાં કાચી ડુંગળી ખાવાથી શું થાય છે ? જાણી લો વડીલો ગરમીમાં ડુંગળી ખાવાની સલાહ કેમ આપે છે

Dhanu rashi girl name - ધન રાશિ પરથી છોકરીઓ - છોકરાઓના નામ

Dinner Recipe- જીરા રાઈસ અને દાળ તડકા - એક 'ક્લાસિક' અને દરેકનું પ્રિય ભોજન

Pillow Cleaning Tips- જો તમારા ઓશીકામાંથી દુર્ગંધ આવે છે અથવા તેના પર પીળા ડાઘ પડી ગયા છે, તો

Saffron water: કેસરનું પાણી પીવાથી શું થાય છે, જાણો ક્યારે પીવું સ્વાસ્થ્ય માટે વધુ લાભકારી ?

વધુ જુઓ..

નવીનતમ

આશા ભોંસલેનાં નિધન પર થઈ પર નમ થઈ પ્રિયંકા ચોપડાની આંખો, રમેશ સિપ્પીએ પણ દુઃખ વ્યક્ત કર્યું, સાંજે 4 વાગે થશે અંતિમ સંસ્કાર

તેમના ગીત હંમેશા ગૂંજતા રહેશે, દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનાં નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Asha Bhosle Death LIVE Updates- આશા ભોંસલેના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે? ગાયિકાના નિધનથી ચાહકો આઘાતમાં છે

Asha Bhosle Death - આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન; ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી છવાઈ ગઈ

ઉજ્જૈનમાં જોવાલાયક સ્થળો

આગળનો લેખ
Show comments