rashifal-2026

અમદાવાદથી 14 દિવસમાં 2200 વિદેશી મુસાફરો સ્વદેશ પહોંચશે

Webdunia
મંગળવાર, 21 એપ્રિલ 2020 (14:08 IST)
કોરોનાના કેરને પગલે ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે બ્રિટને સોમવારથી ચાર્ટર ફ્લાઇટના બીજા રાઉન્ડનો પ્રારંભ કરી દીધો છે. જેના ભાગરૃપે આજે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ૨૭૦ મુસાફરો લંડન જવા માટે રવાના થયા હતા. અગાઉ ગત સપ્તાહે અમદાવાદથીન ૩ ચાર્ટર ફ્લાઇટમાં ૮૦૦ જેટલા બ્રિટિશ નાગરિકોને લંડન મોકલવામાં આવ્યા હતા. હવે આજથી વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. આજે બપોરે ૩ઃ૩૦ના અમદાવાદથી લંડન માટે ફ્લાઇટ રવાના થઇ હતી. અમદાવાદ એરપોર્ટ પહોંચનારા તમામ બ્રિટિશ નાગરિકોનું સૌપ્રથમ  હેલ્થ ચેક અપ કરાયું હતું અને ત્યારબાદ જ તેમને સિક્યુરિટી ચેક સહિતની પ્રક્રિયામાં મોકલવામાં આવ્યા હતા. હજુ ૨૨,૨૪,૨૬ એપ્રિલના અમદાવાદથી લંડનની ડાયરેક્ટ ફ્લાઇટ જશે. ૨૩ એપ્રિલે બેંગાલુરુથી વાયા અમદાવાદ થઇને આ ફ્લાઇટ લંડન પહોંચશે. ૨૨ એપ્રિલે ઈજિપ્ત એરવેઝની ફ્લાઇટમાં બ્રિટિશ મુસાફરોને અમદાવાદથી લંડન લઇ જવામાં આવી શકે છે. ગત સપ્તાહે અમદાવાદથી અમેરિકાના ૧૬૦ નાગરિકોને પણ સ્વદેશ મોકલાયા હતા. આમ, હવે૧૩થી ૨૬ એપ્રિલ દરમિયાન  ૨૨૦૦ જેટલા વિદેશી મુસાફરોને સ્વદેશ મોકલવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લીલી કે લાલ, કયા મરચા હોય છે લાભકારી, કયા Mirch નો કરવો જોઈએ ઉપયોગ ?

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

વધુ જુઓ..

નવીનતમ

'વિનોદ ખન્ના સ્વર્ગમાંથી હસતા હશે': રિલીઝ થયાના 35 દિવસ પછી અભિનેત્રીએ જોઈ ધુરંધર, અક્ષય ખન્ના વિશે કહી આ વાત

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

આગળનો લેખ
Show comments