Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડોક્ટરો 23 એપ્રિલે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે

ડોક્ટરો 23 એપ્રિલે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે
, મંગળવાર, 21 એપ્રિલ 2020 (14:04 IST)
વૈશ્વિક મહામારી કોરોના સામેના 'યુદ્ધ'માં 'વોરિયર' એવા ડોક્ટરો પર હિંસા થવી, તેમને તેમની જ સોસાયટી-ફ્લેટના ઘરમાં પ્રવેશવા નહીં દેવા જેવા મુદ્દે છાસવારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ડોક્ટરો પર થતા આ કૃત્યના વિરોધમાં કેન્દ્ર સરકાર દ્વારા ખરડો પસાર કરવામાં આવે તેવી માગ સાથે ગુજરાત સહિત દેશભરના ડોક્ટરો ૨૨ એપ્રિલે 'વ્હાઇટ એલર્ટ', ૨૩ એપ્રિલે 'બ્લેક ડે' પાળશે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને જણાવ્યું છે કે, 
'પ્રવર્તમાન સ્થિતિમાં ડોક્ટરો જીવના જોખમે કાર્યરત હોવા છતાં તેમને અવારનવાર હિંસા-અપશબ્દોનો સામનો કરવો પડે છે. અનેક કિસ્સામાં ડોક્ટર સારવાર કરીને ઘરે પરત ફરે ત્યારે તેને તેની સોસાયટી પ્રવેશ પણ આપવા દેવાતો નથી. આવી ઘટનાઓને અમે વખોડીએ છીએ અને ડોક્ટર્સ, નર્સ, હેલ્થ કેર વર્કર્સ,હોસ્પિટલ માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કાયદો પસાર કરવાની અમે માગ કરીએ છીએ. ૨૨ એપ્રિલે રાત્રે ૯ કલાકે તમામ ડોક્ટરો વ્હાઇટ કોર્ટ  મીણબત્તી સળગાવી ડોક્ટરો પર થતી  હિંસાનો વિરોધ કરશે અને તેમના રક્ષણ માટે તાકીદે કાયદો ઘડવા માગ કરશે. ૨૩ એપ્રિલે દેશ ભરના ડોક્ટરો કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે. સરકાર દ્વારા આ પછી પણ કોઇ પગલાં નહીં લેવાય તો વધુ વિરોધ પ્રદર્શન અંગે પણ નિર્ણય લેવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યના ત્રણ મહાનગર અમદાવાદ, સુરત અને રાજકોટમાં કરફ્યૂ લંબાવાયો