Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમારા બાળકને ખાંસી રાત્રે સૂવા નથી દેતી ? આ દેશી ઉપાય રહેશે કારગર

Webdunia
શુક્રવાર, 30 એપ્રિલ 2021 (13:38 IST)
નાના બાળકોની ઈમ્યુનિટી નબળી હોય છે. તેથી જલ્દી જ રોગોની ચપેટમાં આવી શકે છે. બદલતા મોસમમાં તેને ખાંસીની સમસ્યા વધારે હોય છે. ખાસ કરીને રાત્રેના સમયે આ પરેશાનીથી ઝઝૂમે છે. આ કારણે તે 
રાત્રે સૂઈ પણ નહી શકતા. પણ ઉંઘ પૂરી ન થવાથી તે બીજા રોગોની ચપેટમાં આવી શકે છે. પણ આજે અમે તમારા માટે કેટલાક ઘરેલૂ ઉપાય લઈને આવ્યા છે. તેની મદદથી બાળકને ખાંસીની સમસ્યાથી આરામ 
મળશે. 
 
બાળકને ખાંસી આવવાના કારણ 
વાયરલ ઈંફેક્શન 
બાળકની ઈમ્યુનિટી નબળી હોય છે. તેથી વાયરલ ઈંફેક્શનની ચપેટમાં જલ્દી આવી જાય છે. આ રીતે શરદી અને ફ્લૂની ચપેટમાં આવવાથી તેમના ગળામાં ખરાશ અને ખાંસી હોય છે. 
 
એલર્જી 
બાળકને કોઈ વસ્તુથી એલર્જી હોવાથી ખાંસીની પરેશાની થઈ શકે છે . સામાન્ય રૂપે બાળકોને ધૂળ-માટીથી એલર્જી હોય છે. 
 
અસ્થમા
ખાંસી આવવાનું  એક કારણ અસ્થમા પણ ગણાય છે તેના કારણે બાળકને છાતીમાં ભારે ફીલ થવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગે છે. 
 
આ ઉપાયોથી બાળકોને અપાવો ખાંસીથી આરામ 
 
સાકર - બાળકને સાકર ખવડાવો આ ગળામાં ભીનાશ રાખવામાં મદદ કરે છે. તેથી ગળાની ખરાશ, બળતરા અને ખાંસીથી છુટકારો મળશે. તમે ઈચ્છો તો તેની જગ્યા બાળકને ટૉફી પણ ખવડાવી શકો છો. 
 
હળદર અને મધ  - તેમાં એંટી બેક્ટીરિયલ, એંટી વાયરસ અને ઔષધીય ગુણ હોય છે. તેથી 1 ચમચી મધમાં ચપટી હળદર ખવડાવો. મધથી ગળુ ભીનુ રહેશે. તેથી સૂકી ખાંસીથી આરામ મળશે. પણ જો આ વાતની કાળજી રાખવી કે આ મિશ્રણ 1 વર્ષથી મોટા બાળકોને જ ખવડાવવું. 
 
નીલગિરી તેલ - 2 વર્ષથી ઓછા બાળકની ખાંસી દૂર કરવા માટે તેના માથાની પાસે નીલગીરી તેલ 2-3 ટીંપા નાખો. તેનાથી તેની બંધ નાક ખુલવમાં મદદ મળશે. તમે ઈચ્છો તો તેને કોઈ કપડામાં નાખી પણ બાળકને સૂંઘાડી શકો છો. છતાંય તેને બાળક પર કપડા પર લગાવવું પણ ઉચિત રહેશે. પણ તેનાથી બાળકની ગળાની મસાજ  કરવાની ભૂલ ન કરવી. 
 
હળદર - હળદર પોષક તત્વ,  એંટી બેક્ટીરિયલ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેથી તેનુ  સેવન કરવાથી ઈમ્યુનિટી વધવાની સાથે મોસમી રોગોથી બચાવ રહે છે. તેના માટે તમે બાળકને દરરોજ સૂતા પહેલા ગરમ દૂધમાં 2 ચપટી હળદર મિક્સ કરી પીવડાવી શકો છો. જો નાનુ બાળક છે તો તેંને આ દૂધ કેટલીક ચમચી પીવડાવો. તેનાથી બાળકની ખાંસી, શરદી વગેરે મોસમી રોગોથી રાહત મળશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Rum Cake Recipe - રમ કેક રેસીપી

amavasya december 2024 - 30મી કે 31મી ડિસેમ્બર, જાણો વર્ષની છેલ્લી સોમવતી અમાવસ્યા ક્યારે છે.

મૃતદેહને બાંધીને સ્મશાનગૃહમાં કેમ લઈ જવામાં આવે છે? જાણો આ સદીઓ જૂની પરંપરાનું રહસ્ય

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા / shani chalisa gujarati

આગળનો લેખ
Show comments