Webdunia - Bharat's app for daily news and videos

Install App

New Born baby- નવજાત બાળકની સંભાળ માટે 15 ટિપ્સ ખૂબજ કામની છે

Webdunia
બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (12:54 IST)
નવજાતનું થાય ત્યારે સૌ કોઈનુ મન ઉત્સુકતાથી અને કુતૂહલથી ભરેલુ હોય છે. તેને જોતા રહેવાની, તેને ઉંચકવાની સૌને એક ગજબની તાલાવેલી હોય છે. પરંતુ નવજાત બાળક ખૂબ જ નાજુક હોય છે. તેને રમકડાંની જેમ વારંવાર હાથ પણ ન લગાવી શકાય કે ન તો તેની તુલનાં 5-6 વર્ષના બાળકો સાથે કરી શકાય. તેને તો એક અલગ જ પ્રકારની કેરની જરૂર હોય છે. એક સ્પેશ્યલ કેર..
 
 
નવજાતની સંભાળ માટે ધ્યાનમાં રાખવાની વાતો
- નવજાત શિશુ પેટમાંથી બહાર આવે ત્યારે તેને એકદમ બહારનું વાતાવરણ શૂટ થતુ નથી. માતાના પેટમાં સામાન્ય તાપમાન કરતા એક ડિગ્રી વધુ તાપમાન હોય છે. માતામા પેટમાં બાળકને એક સિક્યોર હૂંફ મળે છે. જો બાળક પ્રિમ્યુચ્યોર હોય તો તેને સમય પહેલા બહાર આવતા ખૂબ જ કેરની જરૂર હોય છે. જો બાળકની પ્રોપર કેર ન થાય તો તેનો વિકાસ અવરોધાય છે.
 
- નવજાત બાળકના પેટ પર એક નાળ હોય છે જે પેટમાં તેને માતા સાથે જોડેલુ રાખે છે. બહાર આવતા તે નાળ કપાય જાય છે અને એક નાનકડો ટુકડો બહાર રહી જાય છે. અ નાળને ક્યારેય હાથ ન લગાવવો નહી તો બાળકને ઈંફેક્શન થઈ શકે છે. આ નાળ સૂકાય જતા આપમેળે જ પડી જાય છે.
 
- નવજાત બાળકને નવડાવ્યા પછી સામાન્ય કૂણાં પાણીથી સાફ કોટન કે રૂમાલથી તેની આંખો હળવેથી લૂછી લો.
 
- નવજાત બાળકની માતાએ બાળકને હાથ લગાવતા પહેલા પોતાના હાથ સાબુથી ધોઈ લેવા જોઈએ, તેમજ નખ પણ બિલકુલ વધારવા ન જોઈએ. બાળકની સ્કીન ખૂબ જ નાજુક હોય છે તમારા વધેલા નખ તેની સ્કીનને નુકશાન પહોંચાડી શકે છે.
 
- નવજાત બાળક જ્યારે માતાના પેટમાંથી બહાર આવે ત્યારે તેને થોડો ડર લાગે છે, તે જરાક અવાજમાં ગભરાઈને રડવા માંડે છે. કારણ કે તેને માતાના પેટમાં સુરક્ષિત રહેવાની આદત હોય છે. તેને બહારના વાતાવરણમાં ખુદને એડજસ્ટ કરતા સમય લાગે છે. 
 
- બાળકના સૂવાનો સમય ધ્યાનમાં રાખો. તેના સૂતુ હોય ત્યારે તેને ડિસ્ટર્બ ન કરશો. અને કોઈ ભારે અવાજથી બચાવશો. 
 
- નાના બાળકો ખૂબ જ ઊંઘતા હોય છે. ત્રણ ચાર કલાક દિવસે ઉંઘતા રહેવુ તેમનુ નોર્મલ છે. પણ તે ઊંઘમાં પણ માતાનું દૂધ તો પી લે છે. તેથી બાળકના દૂધ પીવાનો સમય નિયમિત બનાવો. 
 
- નવજાત બાળક વધુ દૂધ નથી પી શકતુ તેથી તેને દર અડધો કલાકે ધવડાવો.
 
- નવજાત બાળકને જન્મ્યા પછી તરત જ નવડાવવાની જીદ ન રાખશો. ડોક્ટર સલાહ આપે ત્યાર પછી થી જ નવડાવો. તરત નવડાવવાથી બાળકની નાળ દ્વારા તેના શરીરમાં પાણી જઈને તેને ઈંફેક્શન થઈ શકે છે.
 
- બાળકને જન્મતાની સાથે મઘ ચટાડવુ કે પાણી પીવડાવવાની જીદ, કે કાજળ લગાડવાની જીદ ન રાખશો. આનાથી બાળકને ઈંફેશન થશે. 
 
- સામાન્ય રીતે 4 થી 6 મહિના સુધી ડોક્ટર બાળકને પાણી પીવડાવવાની ના પાડે છે.
 
- બાળકને રસી અનેક બીમારીઓથી બચાવતી રસી નીકળી છે. નવજાત બાળકનું આગમન થતા જ તે રસીનું લિસ્ટ અને કંઈ રસી કયા મહિને આપવી તે મળી જાય છે, પણ એ રસીને સમયસર યાદ રાખીને બાળકને અપાવવાની જવાબદારી માતા-પિતાની હોય છે.
 
- બાળકના ઉછેરમાં માલિશ મહત્વનો ભાગ ભજવે છે. પણ માલિશ પણ બાળકની સાચવીને કરવી પડે છે. 
 
- બાળક એક ફૂલ જેવુ હોય છે. તો તેની કેર પણ એ રીતે જ હોવી જોઈએ. માલિશ કરતી વખતે તેને ક્યાય ઈજા ન પહોચે તેનુ અવશ્ય ધ્યાન રાખવુ જોઈએ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments