Festival Posters

વિક્રાંત મૈસીની '12th ફેલ' એ બનાવ્યો ગ્લોબલ રેકોર્ડ, વિધુ વિનોદ ચોપડા બોલ્યા - હુ હવે શાંતિથી મરી શકુ છુ

Webdunia
ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (13:19 IST)
12th fail
 



- . IMDb પર  આ ફિલ્મને 10માંથી 9.2 ની રેટિંગ મળી
-  વિક્રાંત મેસી અને મેધા શંકરે વાસ્તવિક જીવનના પાત્રોને પરફેક્ટ રીતે રજૂ કર્યા
-  ગ્લોબલ રેકોર્ડ પોતાને નામે કરનારી આ એકમાત્ર હિન્દી ફિલ્મ 

વિધુ વિનોદ ચોપરાની '12th ફેલ'  ગયા વર્ષની સૌથી ફેવરિટ ફિલ્મોમાંની એક બની ગઈ છે. આ ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે. વિક્રાંત મેસી અને મેધા શંકરે વાસ્તવિક જીવનના પાત્રોને પરફેક્ટ રીતે રજૂ કર્યા જે માત્ર પ્રેક્ષકોએ જ નહીં પરંતુ વિવેચકોએ પણ પસંદ કર્યા. જેના કારણે ફિલ્મફેર અને અન્ય ઘણા એવોર્ડ શોમાં ફિલ્મના જલવા જોવા મળ્યા છે.   હવે વિધુ વિનોદ ચોપરાની '12th ફેલ'  આખી દુનિયામાં પોતાનો દબદબો ફેલાવી રહી છે. IMDb પર  આ ફિલ્મને 10માંથી 9.2 ની રેટિંગ મળી છે. ફિલ્મને જોતા જ થિયેટર્સમાં રીલીઝના 100 દિવસ પૂરા કરી લીધા છે અને આ સાથે જ ફિલ્મએ એક વધુ રેકોર્ડ નોંધાવ્યો છે.  એટલુ જ નહી આ ગ્લોબલ રેકોર્ડ પોતાને નામે કરનારી આ એકમાત્ર હિન્દી ફિલ્મ છે.  
 
''12th ફેલ' એ બનાવ્યો રેકોર્ડ  
તાજેતરમાં જ IMDb અત્યાર સુધીની રજુ થયેલી દુનિયાભરની શાનદાર ફિલ્મોની લિસ્ટ રજુ કરી છે. તેમા 250 ફિલ્મોનુ નામ હતુ. આ લિસ્ટમાં 50માં સ્થાન પર ''12th ફેલ'ને સ્થાન મળ્યુ. આ લિસ્ટમાં સામેલ થનારી આ એકમાત્ર હિન્દી ફિલ્મ છે. આ મોટા રેકોર્ડ પછી ફિલ્મના નિર્દેશક વિધુ વિનોદ ચોપડાએ ખુશી વ્યક્ત કરી છે. ફિલ્મના પ્રોડક્શને એક ઈસ્ટાગ્રામ પોસ્ટ શેયર કરીને નિર્દેશકના ભાવ બતાવ્યા છે.  તેમણે પોસ્ટમાં લખ્યું, 'વિધુ વિનોદ ચોપરા આખી જીંદગી બધાને કહેતા આવ્યા છે કે તેઓ સિનેમા પેરાડિસોની કેવી પૂજા કરે છે અને હવે ''12th ફેલ'એ અત્યાર સુધીની 250 શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં 50મું સ્થાન મેળવ્યું છે. અને તે પણ તેમને ગમતી ફિલ્મના એક સ્થાન નીચે. .
 
વિધુ વિનોદ ચોપડાએ કહી આ વાત 
વિધુ વિનોદ ચોપડાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યુ, હુ હજુ પણ કાશ્મીરનો નાનકડો યુવક છુ. સિનેમા પૈરાડિસો સાથે મારી ફિલ્મને જોવી.. હુ શુ કહુ ? હવે હુ શાંતિથી મરી શકુ છુ. - વીવીસી 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

આગળનો લેખ
Show comments