rashifal-2026

સલમાન ખાન બન્યા સુરતનાં મેહમાન, એક ઝલક માટે ફેન્સની પડાપડી

Webdunia
શનિવાર, 31 જાન્યુઆરી 2026 (09:10 IST)
salman khan
 
સલમાન ખાન આજે સુરતનો મહેમાન બન્યો છે. સુરત એરપોર્ટ પરથી બહાર આવતા સલમાન ખાન ફેન્સ તેની એક ઝલક માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા.  સુરત એરપોર્ટ પર આવવાના હોવાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ફેન્સ ત્યાં પહોંચી ગયા હતા. ભીડ એટલી પ્રચંડ હતી કે, સુરક્ષાકર્મીઓએ સલમાનને સુરક્ષિત રીતે ગાડી સુધી પહોંચાડવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ દરમિયાન ફેન્સમાં ધક્કામુક્કી થતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
 
સલમાન ખાન ISPL (ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ) સાથે જોડાયેલા હોવાથી સુરતમાં આ લીગને લઇને ઉત્સાહ બમણો થઈ ગયો છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આયોજિત મેચોમાં સલમાનની હાજરીથી સ્ટેડિયમ હાઉસફૂલ રહેવાની શક્યતા છે.
સલમાન ખાને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના મેદાનમાં ફરીને પ્રશંસકોના દિલ જીત્યા હતા. પોતાની સાઈનવાળા બોલ પ્રેક્ષકોમાં નાખ્યા હતા. 15 મિનિટ મેદાનમાં રાઉન્ડ માર્યો હતો.

<

Megastar #SalmanKhan arrives in Surat for ISPL... & just look at the crowd.  
Feel the fanbase. At the airport, fans and neutrals alike, all eyes on him. 
All it takes is one solid film...& everyone's waiting. This time, #BattleOfGalwan will be that film  pic.twitter.com/I6L4Cj8zCW

—   (@KaushalNag0007) January 30, 2026 >
 
સલમાન ખાનને અગાઉ અનેક વખત ધમકીઓ મળી ચુકી છે જેને લઇને તેની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો. સલમાન ખાનની પોતાની સિક્યોરીટીની સાથે સ્થાનિક પોલીસ અને બાઉન્સરોની આખી ફોજ ઉતારવામાં આવી છે.

<

Salman Khan & Mohammed Kaif in Surat  #ISPL pic.twitter.com/bLO3dsIk0u

— Sallu Bhai Fan (@SalluBhaiFan143) January 30, 2026 >

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો આમળા પાવડર, મળશે ફાયદા જ ફાયદા, બીમારીઓ રહેશે દૂર

Turmeric Beauty Hacks - ફક્ત 10 રૂપિયાની હળદરથી આ બ્યુટી હેક્સ અજમાવો, તો તમારે પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચવા પડશે નહીં.

ગાજર બરફી એટલી નરમ હશે કે તમારા મોંમાં ઓગળી જશે. રેસીપી ઝડપથી નોંધી લો.

ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

આગળનો લેખ
Show comments