ક્રુઝ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટ(Bombay High Court)માંથી જામીન મળ્યા બાદ આર્યન ખાન આજે પણ જેલમાંથી મુક્ત થઈ શકશે નહીં. જેલ અધિકારીના જણાવ્યા અનુસાર, રીલીઝ ઓર્ડરની કોપી સમયસર આર્થર રેડ જેલ(Arthur Road Jail) માં પહોંચી શકી નથી. આથી તેમને આવતીકાલે જ મુક્ત કરવામાં આવી શકે છે. જેલના કેટલાક અધિકારીઓનું કહેવું છે કે આર્યન ખાનને આજના બદલે કાલે મુક્ત કરવામાં આવશે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો આર્થર રોડ સ્થિત જેલમાં સાંજે 5.35 વાગ્યા સુધીમાં જામીનના તમામ કાગળો જમા કરાવી દેવામાં આવ્યા હોત તો તેઓ સાંજે 7 વાગ્યા સુધીમાં મુક્ત થઈ શક્યા હોત. પરંતુ રીલીઝ ઓર્ડરની કોપી સમયસર જેલમાં પહોંચી શકી ન હતી.
<
आर्यन खान आज जेल से रिहा नहीं होंगे। उन्हें कल सुबह रिहा किया जाएगा: आर्थर रोड जेल अधिकारी #Mumbai
— ANI_HindiNews (@AHindinews) October 29, 2021
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
આર્થર રોડ જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર આર્યન ખાન(Aryan Khan Bail)ની જામીન મુક્તિ આજે શક્ય નથી. આવતીકાલે સવાર સુધી જ તેને જેલમાંથી મુક્ત કરી શકાશે. તમને જણાવી દઈએ કે ક્રુઝ ડ્રગ્સ કેસમાં તેને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. પરંતુ કાયદાકીય પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી તેને જેલમાં રાખવામાં આવ્યો હતો. એવી અટકળો ચાલી રહી હતી કે આર્યનને આજે ઘરે મોકલી દેવામાં આવશે. પરંતુ રીલીઝ ઓર્ડરની કોપી સમયસર જેલમાં ન પહોંચતા આજે પણ તેની મુક્તિ શક્ય બની શકી નથી. જેલ અધિકારીઓનું કહેવું છે કે હવે આર્યન ખાન આવતીકાલે સવારે જ તેના ઘરે જઈ શકશે.