Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Aryan Khan Bail Plea Hearing: આજની રાત પણ આર્યનને જેલમાં વીતાવવી પડશે, જામીન પર સુનાવની આવતીકાલે

Aryan Khan Bail Plea Hearing: આજની રાત પણ આર્યનને જેલમાં વીતાવવી પડશે, જામીન પર સુનાવની આવતીકાલે
, બુધવાર, 27 ઑક્ટોબર 2021 (18:00 IST)
મુંબઈ ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાં આર્યન ખાનની જામીન અરજી (Aryan Khan Bail Plea) પર મુંબઈ હાઈકોર્ટ (Bombay High Court)માં હવે આવતીકાલે સુનાવણી થશે. આવતીકાલે બપોરે 2.30 વાગ્યા પછી સુનાવણી હાથ ધરાશે. એટલે કે આર્યન ખાનને  આજની રાત (27 ઓક્ટોબર, બુધવાર) પણ આર્થર રોડ જેલમાં વીતાવવી પડશે . આજે સુનાવણીનો બીજો દિવસ હતો. ગઈકાલે મુકુલ રોહતગીએ આર્યન ખાનનો પક્ષ રજૂ કર્યા બાદ આજે અમિત દેસાઈએ (Amit Desai) આ મામલે દલીલો રજૂ કરી હતી. તેમના બાદ મુનમુન ધમીચાના વકીલે પણ પોતાની દલીલો રજૂ કરી હતી, આમ આજે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમીચા એટલે કે આરોપી નંબર એક, બે અને ત્રણ વિશેની દલીલો પૂરી થઈ ગઈ છે. હવે આવતીકાલે NCB પોતાનો પક્ષ રજૂ કરશે. ASG અનિલ સિંહ એનસીબીનો પક્ષ મુકશે. કોર્ટમાં તેમણે કહ્યુ કે તેઓ કોશિશ કરશે એક કલાકમાં પોતાની વાત પૂરી કરી લે.

કોર્ટમાં આર્યનના વકીલ તથા પૂર્વ ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ અરેસ્ટ મેમો બીજીવાર બતાવવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે આર્યનની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ જામીન મળ્યા બાદ પણ થઈ શકે છે. સુનાવણીની શરૂઆતમાં અરબાઝ મર્ચન્ટના વકીલ અમિત દેસાઈએ દલીલો રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે નોટિસ આપ્યા વગર આરોપીની ધરપકડ કરવી ખોટું છે. પંચનામા પર પણ વકીલ અમિત દેસાઈએ સવાલ કર્યા હતા. અરબાઝના વકીલની દલીલો પૂરી થયા બાદ મુનમુન ધામેચાના વકીલ અલી કાશિફ ખાન દેશમુખે કોર્ટમાં દલીલો કરી હતી. આ ત્રણેયની દલીલો પૂરી થયા બાદ NCBના સોલિસિટર જનરલ અનિલ સિંહ જામીનનો વિરોધ કરતી દલીલો રજૂ કરવાની હતી. કોર્ટમાં અનિલ સિંહે કહ્યું હતું કે તેમને દલીલો કરવા માટે એક કલાક જેટલો સમય જોઈશે. આ સાંભળીને કોર્ટે આવતીકાલે એટલે કે 28 ઓક્ટોબરના રોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.
 
સ્પેશિયલ કોર્ટમાં જામીન અરજી ફગાવી દેવાયા બાદ આર્યન ખાને હાઈકોર્ટમાં જામીન માટે અપીલ કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કરવા હાજર થયા હતા. તેણે ગઈકાલે હાઈકોર્ટમાં આર્યનનો પક્ષ રજૂ કર્યો હતો. તેણે આર્યન ખાનની ધરપકડને ગેરકાનૂની ગણાવી અને આ કાર્યવાહી પર NCBને ભીંસમાં મૂક્યું.
 
માનહાનિનો કેસ દાખલ કરવો પડશે
 
NCB ઓફિસર સમીર વાનખેડેના પિતાએ કહ્યું કે હું દલિત છું, મારા દાદા, પરદાદા બધા હિન્દુ છે, તો દીકરો ક્યાંથી મુસ્લિમ બન્યો? તેમણે (નવાબ મલિક) આ સમજવું જોઈએ. જો નવાબ મલિક આવું અનુસરશે તો અમારે તેમની સામે માનહાનિનો કેસ કરવો પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિક્કી-કેટ કરશે લગ્ન- Vicky Kaushal અને Katrina Kaif આ દિવસે લેશે સાત ફેરા?