Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Aaryan Khan drugs case- આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે

Aaryan Khan drugs case-  આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે
, બુધવાર, 20 ઑક્ટોબર 2021 (14:50 IST)
3 ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતા કોર્ડેલિયા ક્રુઝ પર દરોડા પાડ્યા હતા. આ ક્રૂઝ પર કથિત રીતે એક રેવ પાર્ટી થઈ રહી હતી. આ ક્રુઝમાંથી ડ્રગ્સ મળી આવતા, એનસીબીએ શાહરુખખાનના પૂત્ર આર્યનખાન સહીતના આરોપીઓની ધરપકડ કરી હતી.
 
8 ઓક્ટોબરના રોજ આર્યન ખાનને આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટમાં 13-14 ઓક્ટોબરના રોજ જામીન અરજી પર સુનાવણી થઈ હતી. 14 ઓક્ટોબરે સેશન્સ કોર્ટે 20 ઓક્ટોબર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો. આજે આર્યન ખાનની જામીન અરજી પર જજ વીવી પાટિલ ચુકાદો આપશે.
 
આ દરમિયાન, એનસીબીએ આર્યન ખાનની ધરપકડ કરી અને તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો જ્યાંથી તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. એનસીબીના અધિકારીઓનું કહેવું છે કે દરોડા દરમિયાન ક્રૂઝમાંથી 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ, એમડીએમએની 22 ગોળીઓ અને 1.33 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આર્યન ખાનની જામીન અરજીનો ચુકાદો, જામીન મળશે કે જેલ થશે?