Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતની સજા માટે સરકાર તરફથી કોર્ટે દલીલો સાંભળી, આવતી કાલે બચાવપક્ષની દલીલો સાંભળશે

Webdunia
સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (15:43 IST)
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતની આજે સજાની સિવિલ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સરકાર તરફથી વકીલોએ કોર્ટમાં દલીલો કરી હતી. સરકાર તરફી વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટમાં આજની સુનાવણી પુરી થઈ હતી. હવે આવતી કાલે કોર્ટમાં બચાવ પક્ષના વકીલો દલીલો કરશે. 11 ફેબ્રુઆરીએ કોર્ટે આરોપીઓની રજુઆત સાંભળી હતી. જેથી આ કેસમાં આવતી કાલે બચાવ પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ સજા સંભળાવી શકે છે. દોષીતો સામે લાગેલી કલમો મુજબ મહત્તમ સજા, ફાંસીની સજા અને ઓછી સજા એટલે જનમટીપની સજા થઈ શકે છે.અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બબ્લાસ્ટ કેસમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77માંથી 51 આરોપી બંધ છે. તમામ આરોપીઓને વીડિયો-કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા હતા. બોમ્બબ્લાસ્ટ કેસની સુનાવણી દરમિયાન સાબરમતી જેલની બહાર શાંત માહોલ જોવા મળ્યો હતો. જેલની બહાર આરોપીઓનાં પરિવારજનો પણ જોવા નહોતાં મળ્યાં. જેલમાં જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે વીડિયો-કોન્ફરન્સથી સુનાવણી ચાલી હતી. દોષિત આરોપીઓમાંથી 32 આરોપી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. સજાની સુનાવણી અગાઉ આરોપીઓના વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે દોષિતોને સુધારાનો અવકાશ છે. એ માટે ઋષિ વાલ્મીકિનો પણ ઉદાહરણ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો, એટલે કે આરોપીઓને સુધરવાની એક તક આપવી જોઇએ, કેમ કે તેઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેથી એ અંગેની વિગતો તેમની પારિવારિક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવા 3 સપ્તાહની માગ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, છતાં તેણે છોકરીને ગર્ભવતી કર્યુ અને કહ્યું- તેને ખાટલા પર લઈ જઈને.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

આગળનો લેખ
Show comments