Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

ઘોડાની દોડમાં યુવાનનું ભયાનક મોત

Horrible death of a young man in a horse race
, સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (13:34 IST)
થાંભલાથી અથડાયુ ઘુડસવાર યુવકની મોત થઈ. કચ્છના  માંડવીના ત્રગડી ગામની સીમમાં ગઈકાલે રવિવારે અશ્વદોડ યોજાઈ હતી. આ દરમિયાન એક વિચિત્ર અકસ્માત સર્જાતા ઘોડે સવાર યુવકનું એક વીજ સ્તંભ સાથે ટકરાયા બાદ ગંભીર ઇજાઓના કારણે મોત થયુ હતું.

ઘોડે સવાર રાજદીપસિંહ જાડેજા નામના યુવકનો ઘોડો રેસ દરમિયાન ધૂળની ડમરીઓના કારણે માર્ગની બાજુમાં લાગેલા વિજ સ્તંભ સાથે ટકરાઈ ગયો હતો. બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

આ રેસ શરૂ થયા બાદ પૂર્ણતા ભણી આગળ વધી રહી હતી ત્યારે જ ત્રગડી ગામના રાજદીપસિંહ જાડેજા નામના યુવકનો ઘોડો ધૂળની ડમરીઓને કારણે માર્ગ નજીક લાગેલા વીજ-થાંભલા સાથે ટકરાયો હતો. ઘોડો ટકરાતાં યુવક જમીનમાં પટકાઈ ગયો હતો. એમાં તેને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં મૃત્યુ થયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mobile App ban- મોદી સરકારે ઈન્ડિયા ચીની એપમાં 54 વધુ મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો છે