Webdunia - Bharat's app for daily news and videos

Install App

લંડનથી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો- પત્ની આત્મહત્યા કરવા જઇ રહી છે...અને બચી ગઇ

Webdunia
બુધવાર, 23 ડિસેમ્બર 2020 (09:58 IST)
શહેર પોલીસના કંટ્રોલ રૂમમાં સોમવારે બપોરે એક કોલ આવ્યો. તેમાં કહેવામાં આવ્યું કે મારી પત્ની સુસાઇડ કરવા જઇ રહી છે. તેના પર અડાજણ પોલીસ હરકતમાં આવી ગઇ. જોકે બે કલાકના ડ્રામા બાદ 40 વર્ષીય મહિલા ઘરે પરત પરત ફરી, ત્યારે જ્યારે પોલીસે રાહતનો શ્વાસ લીધો. 
 
સોમવારે બપોરે 12 વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો. ફોન કરનારે જણાવ્યું કે તે લંડનથી બોલી રહ્યું છે. કહેવામાં આવ્યું છે કે મારી પત્ની બ્રીજ પરથી છલાંગ લગાવવા જઇ રહી છે. તેના પર કંટ્રોલ રૂમના પીએસઆઇ સીએમ રાખોલિયાએ અડાજણ પીઆઇ બીએન સગરને સૂચના આપી. 
 
તેમણે એસબી ચૌધરીને સૂચના આપતાં જ એલર્ટ થઇ ગઇ. મહિલા ક્યા બ્રિજ પર ગઇ હતી, તેની જાણકારી ન હોવાથી પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્ર પરમાર એક પીસીઆર વાન સરકાર બ્રિજ અને બીજા વાન કેબલ બ્રિજ પર પહોંચી ગઇ. બીજી તરફ મહિલાનું એડ્રેસ પ્રાપ્ત કરી એક ટીમ ઘરે પહોંચી ગઇ.  પોલીસે મોબાઈલ નંબર મેળવી લોકેશન ટ્રેસ કર્યું હતું. મોબાઈલ લોકેશન વાળી જગ્યા પર પહોંચતા જ પોલીસને માસૂમ દીકરીએ ફોન કરી ને કહ્યું કે તેની માતા ઘરે આવી ગઈ છે. જેથી અડાજણ અને પોલીસ કંટ્રોલની મહિલા પોલીસ કર્મચારીઓની ટીમ તાત્કાલિક મહિલાના ઘરે જઈ તેને અડાજણ પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યાં મહિલાના ભાઈની હાજરીમાં તેનું કાઉન્સિલિંગ કરાયું હતું.
 
દરમિયાન મહિલાએ સ્વિકાર્યું હતું કે પારિવારિક ઝઘડાને લઈ હું આપઘાત કરવા નીકળી હતી. જોકે હવે બીજીવાર આવું નહીં કરું.પોલીસ કંટ્રોલ અને અડાજણ પોલીસની સુચકતાને લઈ મહિલાનો જીવ બચ્યો હતો. પોલીસકર્મીઓની પ્રશંસનીય કામગીરી બદલ અધિકારીઓએ તેમની કામગીરીને બિરદાવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

આગળનો લેખ
Show comments