Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લંડનમાં કોરોના વધતા કેસો યુકેથી ફાઇટ્સ રદ, વિદેશી-એનઆઇઆરને કરાવવો પડશે ટેસ્ટ

લંડનમાં કોરોના વધતા કેસો યુકેથી ફાઇટ્સ રદ, વિદેશી-એનઆઇઆરને કરાવવો પડશે ટેસ્ટ
, મંગળવાર, 22 ડિસેમ્બર 2020 (10:41 IST)
એક તરફ અન્ય દેશોમાં ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે અને વેક્સીન આપવાની તૈયારી છે. ત્યારે યુકેમાં કોરોનાનો નવો પ્રકાર જોવા મળ્યો છે. આ નવા પ્રકારનો કોરોના વાયરસ ઝડપથી યુકેમાં ફેલાતો હોવાથી લોકડાઉનની સ્થિતિ સર્જાઇ છે. જેના લીધે યુકેના ઘણા દેશોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. યુકેથી તમામ ફ્લાઇટ પર ભારત સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. 
 
અત્રે નોંધનીય છે કે લંડન તથા અન્ય દેશના અન્ય શહેરોમાંથી સુરતથી આવનાર વિદેશી નાગરિકો અને એનઆઇઆરને કોરોના ટેસ્ટ કરાવવો અનિવાર્ય છે. શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે મનપા માસ્ક, સોશિયલ ડિસ્ટેંસિંગ પર ભાર મુકી રહી છે. આ ઉપરાંત નાઇટ કરર્ફ્યૂં લગાવવામાં આવ્યું છે. લોકોને કોરોના પ્રત્યે જાગૃતતા કરાવવા માટે વિભિન્ન કાર્યક્રમ પણ ચલાવવામાં આવી રહ્યા છે. 
 
ઇંગ્લેંડ અત્યારે કોરોનાના સંક્રમણથી પરેશાન છે. લંડનની સ્થિતિ સૌથી ગંભીર છે. તેને જોતાં લંડનથી આવનાર અને દેશના કોઇના કોઇપણ શહેરથી આવનાર વિદેશી તથા એનઆરઆઇએ કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે. આ ઉપરાંત અન્ય લોકોને પણ સલાહ આપવામાં આવી છે કે જરૂર જણાતાં પોતે નજીકના આરોગ્ય કેન્દ્ર જઇને કોરોના ટેસ્ટ કરાવે. 
 
મનપા કમિશ્નર બંછાનિધિ પાણી જણાવ્યું કે કોરોના શહેરમાં નબળો પડી રહ્યો છે. પરંતુ ગયો નથી. મનપા તમામ રીતે કોરોના સંક્રમણને રોકવા માટે પ્રયત્ન કરી રહી છે. બહારથી સંક્રમણ ન આવે તેથી લંડન અને અન્ય દેશોમાંથી આવનાર વિદેશીઓ અને એનઆરઆઇમાં સંક્ર્મણ થઇ શકે છે. એટલા માટે આટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. 
 
જ્યાં સુધી ટેસ્ટનો રીપોર્ટ ન આવે ત્યાં સુધી પેસેન્જરને તંત્ર દ્વારા નક્કી કરાયેલી જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. જો પેસેન્જર પોઝીટીવ આવશે તેવે કોવિડની ગાઇડલાઇન્સ પ્રમાણે સારવાર કરવામાં આવશે. નેગેટીવ રહેલા મુસાફરોને ધરે જવાની પરવાનગી અપાશે. જો કે તેમ છતા પણ તેણે બે અઠવાડીયા જેટલો સમય તો ક્વોરન્ટાઇન રહેવું જ પડશે. આવતી કાલ લંડનથી એક ફ્લાઇટ અમદાવાદ આવવાની શક્યતા હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

DDC Election Result 2020 updates- 280 બેઠકો માટે મતની ગણતરી ચાલી રહી છે