Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમેરિકામાં એક શૉપિંગ મૉલમાં ગોળીબાર, 19નાં મૃત્યુ

Webdunia
રવિવાર, 4 ઑગસ્ટ 2019 (09:20 IST)
અમેરિકાના ટૅક્સાસ રાજ્યમાં એક શૉપિંગ મૉલમાં ગોળીબારની ઘટના ઘટી છે. જેમાં ઓછામાં ઓછા 19નાં મૃત્યુ નીપજ્યાં છે.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ટૅક્સાસના 'એલ પાસો' વિસ્તારમાં આવેલા 'સિએલો વિસ્તા મૉલ'માં ગાળીબાર કરાયો છે. આ જગ્યા અમેરિકા-મેક્સિકોની સરહદથી બહુ નજીક છે.
મળી રહેલી જાણકારી અનુસાર આ ઘટનામાં ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા છે, જેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.
એકની અટકાયત
 
આ મામલે પોલીસે એક શ્વેત વ્યક્તિની અટકાયત કરી છે. આ ગોળીબારમાં એક જ વ્યક્તિ સામેલ હોવાનું જણાવાઈ રહ્યું છે.
અમેરિકન મીડિયામાં આ વ્યક્તિની ઓળખ પૅટ્રિક ક્રુસિયસ (ઉ. 21 વર્ષ) તરીકે કરાઈ છે. પૅટ્રિકને ડસાલના નિવાસી ગણાવાઈ રહ્યા છે.
સીસીટીવી ફૂટેજમાં હાથમાં બંદૂક પકડેલી એક વ્યક્તિ જોઈ શકાય છે.
પોલીસે શું જણાવ્યું?
 
મૉલમાં ગોળીબારના પ્રથમ સમાચાર સ્થાનિક સમયાનુસાર સવારે 11 વાગ્યે આવ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર કેટલીય જગ્યાએથી ગોળીબાર સંબંધિત રિપોર્ટ્સ મળ્યા હતા, જેમાં 'સિએલો વિસ્તા મૉલ' અને 'વૉલમાર્ટ મૉલ'માં ગોળીબાર કરાયો હોવાનું જણાવાયું હતું. જોકે, અન્ય જગ્યાના સમાચાર સાચા નહોતા.
પોલીસના પ્રવક્તા અનુસાર પ્રારંભિક અહેવાલોમાં જણાવાયું હતું કે રાઇફલથી આ ગોળીબાર કરાયો છે.
એલ પાસોના મેયર ડી માર્ગોએ સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.
તેમણે જણાવ્યું, "એલ પાસોમાં આ પ્રકારની કોઈ ઘટના ઘટી શકે એવું અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું."
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

જૂનાગઢમા ગિરનાર લીલી પરિક્રમામાં મચ્યો હડકંપ, 48 કલાકમાં 9 શ્રદ્ધાળુઓના હાર્ટ અટેકથી મોત

ED: રોકડના બદલે વોટ અને બેંક ખાતાઓનો દુરુપયોગ મામલામાં ઈડીની કાર્યવાહી, ગુજરાત-મહારાષ્ટ્રના અનેક ઠેકાણાઓ પર છાપા

અમદાવાદ સહિત અનેક શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે

એમ્બ્યુલન્સ સગર્ભા મહિલાને લઈ જઈ રહી હતી, અચાનક આગ લાગી અને કાર ઉડી ગઈ

Coldplay concert- કોલ્ડ પ્લેનો સૌથી મોટો શો અમદાવાદમાં

આગળનો લેખ
Show comments