Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉન્નાવ બળાત્કાર કેસ : લખનૌમાં જ થશે પીડિતાની સારવાર, કાકા તિહાડમાં ટ્રાન્સફર

ઉન્નાવ બળાત્કાર કેસ : લખનૌમાં જ થશે પીડિતાની સારવાર, કાકા તિહાડમાં ટ્રાન્સફર
, શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (13:15 IST)
ઉન્નાવ બળાત્કાર કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાયબરેલી જેલમાં બંધ પીડિતાના કાકાને દિલ્હીની તિહાડ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે.
આ આદેશ સુપ્રીમ કોર્ટ સુરક્ષાના કારણોસર આપ્યો છે.
એ સિવાય કોર્ટે કહ્યું છે કે પીડિતાની સારવાર લખનૌમાં જ કરવામાં આવશે તેમને દિલ્હી ટ્રાન્સફર કરવામાં નહીં આવે.
બળાત્કાર પીડિતાના વકીલે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી છે કે તેમનો પરિવાર લખનૌમાં જ સારવાર કરાવવા માગે છે. તેઓ નથી ઇચ્છતા કે તેમને દિલ્હી લાવવામાં આવે.
સુપ્રીમ કોર્ટને પીડિતાની હાલત વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. તેઓ અત્યારે આઈસીયુમાં છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પીડિતાના વકીલના ઘરની બહાર સીઆરપીએફ તૈનાત કરી દેવામાં આવી છે.
આ સિવાય જે વકીલ પીડિતાના કાકાનો કેસ લડી રહ્યા છે તેમને પણ સુરક્ષા આપવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈતિહાસ બનાવવાની સીમા પર રોહિત શર્મા- વેસ્ટઈંડીજ પ્રવાસ પર તોડી શકે છે આ ચાર રેકાર્ડસ