Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરશે

Webdunia
રવિવાર, 17 ડિસેમ્બર 2023 (02:53 IST)
inaugurate the new terminal building of Surat Airport
વડાપ્રધાન મોદી આજે 17 ડિસેમ્બરે 353 કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ સંપન્ન થશે. તે ઉપરાંત વડાપ્રધાન સુરતમા તૈયાર થયેલા ડાયમંડ બુર્સનું પણ ઉદ્ઘાટન કરવાના છે. જેમાં દેશ વિદેશના મહેમાનો હાજરી આપશે. 
new terminal building of Surat Airport
કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો
સુરત હવાઈમથક દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા, પુણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા ૧૪ રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે. સપ્તાહ દીઠ ૨૫૨થી વધુ પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે, ત્યારે સુરતને ગત તા.૧૫મીએ જ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે, સુરત એરપોર્ટના આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે ક્ષેત્રીય વિકાસના અવસરો આપશે. એર કનેક્ટિવિટી વધવાની સાથે નવા બિલ્ડીંગથી મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે. 
new terminal building of Surat Airport
પતંગોત્સવને દર્શાવતા મોઝેકકાર્યનું ચિત્રણ કરાયુ
સુરત અને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક પરિવેશ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા ઉજાગર કરવા માટે ડિઝાઈન કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગનો અગ્રભાગ સુરત શહેરના રાંદેર વિસ્તારના કાષ્ટના જૂનાપૂરાણા ઘરોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલો છે. ટર્મિનલના આંતરિક ભાગમાં રોગનની સ્થાનિક કળા કલાકૃત્તિ, જરી અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી તેમજ ગુજરાતના લોકપ્રિય પતંગોત્સવને દર્શાવતા મોઝેકકાર્યનું ચિત્રણ કરાયુ છે. એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોનનું વિસ્તરણ, ટેક્સિ ટ્રેકનું બાંધકામ કરવામાં છે. 
new terminal building of Surat Airport
ટર્મિનલની જમણી અને ડાબી બાજુનું વિસ્તરણ કરાયું
ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. એરપોર્ટમાં મુસાફરો માટે ૨૦ ચેક-ઈન કાઉન્ટર, ૫ એરોબ્રિજ, ૧૩ ઈમિગ્રેશન કાઉન્ટર, ૫૦૦ કાર પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક ૧૮૦૦ મુસાફરો અને વાર્ષિક ૩૫ લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે. સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ હાલમાં ૮૪૭૪ ચોરસ મીટર છે. ટર્મિનલની જમણી અને ડાબી બાજુનું વિસ્તરણ કરાયું છે, જે કુલ ૧૭,૦૪૬ ચોરસ મીટર છે. 
new terminal building of Surat Airport
ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર ૨૫,૫૨૦ ચો.મી. થઈ જશે
આવતીકાલે વડાપ્રધાનના હસ્તે વિસ્તૃત ભાગ શરૂ થયા પછી ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર ૨૫,૫૨૦ ચો.મી. થઈ જશે. સુરત ભારતના સૌથી ગતિશીલ શહેરો પૈકીનું એક છે, ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગવી નામના ધરાવે છે. ત્યારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવામાં મદદ મળશે. સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે. દેશવિદેશના વ્યાપારીઓને નવા એરપોર્ટથી સુવિધાજનક મુસાફરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી મળશે.સુરત એરપોર્ટથી દુબઈ અને હોંગકોંગ માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ શકશે.

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments