rashifal-2026

વર્લ્ડ કપ 2015 - ધોનીએ સિક્સર મારીને ટીમ ઈંડિયાને જીત અપાવી

Webdunia
શનિવાર, 14 માર્ચ 2015 (14:34 IST)
ઝિમ્બાબવેના 288 રનોના લક્ષ્યનો પીછો કરતા કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈના વચ્ચે થયેલ મજબૂત ભાગીદારીથી ટીમ ઈંડિયાએ 6 વિકેટે મેચ જીતી લીધી. સુરેશ રૈનાએ જોરદાર સદી લગાવી તો બીજી બાજુ ધોનીએ પણ ઝડપી હાફ સેંચુરી મારીને ટીમને જીત આપવી દીધી. ધોનીએ સિક્સર મારીને ટીમને જીત અપાવી. 
 
બંનેયે મળીને વર્લ્ડ કપમાં ભારત માટે પાંચમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરી. ધોની અણનમ 85 રન  અને રૈના એ અણનમ 110 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. આ પહેલા 4 વિકેટ જલ્દી ગુમાવી દીધા પછી ટીમ ઈંડિયા દબાણમાં આવી ગઈ હતી. પણ રૈના અને ધોનીએ ટીમને સાચવી લીધી. 
 
આ પહેલા ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન સસ્તામાં આઉટ થઈ ગયા. બંને વિકેટ પયાંગારાના ખાતામાં ગઈ. પયાંગારાએ રોહિત શર્માને 16 રન પર કેચ આઉટ કરાવી જ્યારે કે ધવનને 4 રન પર બોલ્ડ કરવામાં આવ્યા. વિરાટ કોહલી અને અંજિક્ય રહાણે રમત સાચવી જ રહ્યા હતા કે 71ના કુલ સ્કોર પર રહાણે રન આઉટ થઈ ગયા. રહાણેએ 19 રનોની રમત રમી તેમને સિકંદર રજાએ રન આઉટ કર્યા. 
 
પણ સૌથી મોટો ઝટકો ભારતને વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો જ્યારે સ્પિનર સિકંદર રજાએ તેમને 38 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કરી દીધા. કોહલી એક શાર્ટ પિચ બોલને હિટ કરવા માંગતા હતા. પણ બોલ તેમના વિકેટ સાથે અથડાઈ. કોહલી જોતા જ રહી ગયા. 
વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

ગુજરાતી જોક્સ - નર છે કે માદા

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

Show comments