Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહિલાઓ માટે આજે ખાસ બ્યુટી ટિપ્સ

મેકઅપ ફોર સ્પેશ્યલ ઇંટ્રનેશનલ વુમન ડે

Webdunia
આજે કોઈ ફંક્શન તો નથી, પણ તમારા માટે કોઈ સ્પેશ્યલ દિવસ છે તો તમારે મેકઅપ માટે થોડો વધારે સમય, પાંચ મિનિટ તો કાઢવી જ પડશે. એ માટે સૌ પહેલાં ફાઉન્ડેશન અને કોમ્પેક્ટથી બેઝ મેકઅપ પૂર્ણ કરો. આઈલાઈનર લગાવો, પછી લાઈટ શેડ અથવા બે શેડ્ઝને બ્લેન્ડ કરીને આઈશેડો લગાવો. ઇચ્છો તો કાજલ પણ લગાવી શકો છો. ચીકબોનના હિસ્સાને હાઈલાઈટ કરવા માટે પિંક કે પીચ રંગનો શેડનો બ્લશઓન કરો. હોઠો પર લાઈટ શેડની લિપસ્ટિક કે પછી ખાલી લિપગ્લોઝ પણ લગાવી શકો છો. લો, ખાસ મીટિંગ કે સ્પેશ્યલ દિવસ માટે આપ તૈયાર છો. એ પણ ફક્ત પાંચ મિનિટમાં.

ક્વિક ટિપ્સ -

> સ્પેશ્યલ દિવસ માટે જો તમે મોડર્ન લૂક મેળવવા ઇચ્છતા હોવ તો બ્રાઉન, કોફી, વાઈન, ઓરેન્જ વગેરે શેડની પસંદગી કરો. આ શેડ્સ મૈટી અને ગ્લોસી બંને ફિનિશિંગમાં સુંદર લાગે છે.
> હેવી મેકઅપથી બચો, કારણ કે તે આર્ટીફિશિયલ લૂક આપે છે. આંખો કે હોઠો બેમાંથી કોઈ એકના જ મેકઅપને હાઈલાઈટ કરો. જ્યાં સુધી હોય ત્યાં સુધી બને તો નેચરલ મેકઅપ જ કરો, કારણ કે તે ફેશનમાં પણ છે અને સોફ્ટ લૂક પણ આપે છે.
> જો તમારી આંખોની આસપાસ કાળા કુંડાળા અને પાતળી રેખાઓ હોય તો એને છુપાવવા માટે ત્વચા સાથે મળતા રંગના કંસીલર અને ફાઉન્ડેશનનો ઉપયોગ કરો.
> આંખોનો મેકઅપ હમેશાં ક્રીમ બેઝ્ડ જ રાખો. પાઉડર બેઝ્ડ મેકઅપ આંખોની અંદર જઈ શકે છે. જેનાથી આંખોમાં બળતરા અને અન્ય ફરિયાદ પણ થઈ શકે છે.
IFM IFM

સ્પેશ્યલ ટિપ્સ -
> વાળને તુરંત જ સિલ્કી-શાઈની બનાવવા ઇચ્છતા હો તો શેમ્પૂ કર્યા બાદ જેટલું સહી શકાય એટલા ઠંડા પાણીના શાવર નીચે કેટલીક સેકન્ડ સુધી ઊભા રહો. વાળ સિલ્કી અને શાઈની જણાશે.
> ચાની પત્તી પાણીમાં નાખી-ઉકાળો અને ગાળીને એ પાણીનો શેમ્પૂ કર્યા બાદ કંડીશનર જેમ ઉપયોગ કરો. વાળ મુલાયમ તથા ચમકદાર બનશે.
> વાળમાં હલકું વોલ્યૂમ (થોડા કર્લી વાળ) ઇચ્છતા હો તો કેટલીક મિનિટો વાળ પર રોલર લગાવી રાખો, તેના પછી સ્મૂધિંગ હેયર સ્પ્રેથી વાળને ફાઈનલ ટચ આપો.
> કર્લી વાળને સારો વોલ્યૂમ આપવા મૂસનો ઉપયોગ કરો.
> સેક્સી કર્લી વાળ ઇચ્છતા હો તો વાળમાં પહેલા જેલ લગાવો. પછી સિરમ લગાવી આંગળીઓથી વાળને સ્ક્રંચ કરો. તેનાથી આપને સેક્સી કર્લી લુક મળશે.
> સોફ્ટ લૂક ઇચ્છતા હો તો સ્ટ્રેટ હેયર તમારી મદદ કરશે. તેના માટે અઠવાડિયામાં બે કે ત્રણ વાર ઓઈલ મસાજ, માઈલ્ડ શેમ્પૂ, કંડીશનર, મૂસ, સિરમ વગેરેના ઉપયોગથી તમે તમારા વાળને સ્ટ્રેટ અને હેલ્ધી લૂક આપી શકો છો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ