Festival Posters

વાસ્તુશાસ્ત્રઃ ભગવાનની સામે કયો દીવો પ્રગટાવવો શુભ છે ઘી કે તેલ? તમે પણ આ ભૂલ તો નથી કરી રહ્યા ને

Webdunia
ગુરુવાર, 28 જુલાઈ 2022 (02:12 IST)
- ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે 
- ઘરમાં કાયમ રહે છે સુખ શાંતિ 
- તેલનો દિવો પણ પ્રગટાવી શકો છો 
 
Vastu Shastra: હિંદુ ધર્મમાં દીવો પ્રગટાવવાને પવિત્ર માનવામાં આવે છે. કોઈપણ પૂજા પાઠ કે શુભ કાર્ય દિવો પ્રગટાવ્યા વિના  પૂર્ણ થતી નથી. ઘરમાં,મંદિરમાં દરેક ધાર્મિક કાર્યમાં ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે. શસ્ત્રોમાં દિવો લગાવવાના લાભ જણાવવામાં આવ્યા છે. જો તમે દીવો કરો તો તમારા ઘરના મંદિરમાં દરરોજ એક દીવો કરો, તો ઘરમાંથી નકારાત્મકતા દૂર રહે છે અને સકારાત્મક ઉર્જા આવે છે. સાથે જ પરિવારના સભ્યોમાં પ્રેમની લાગણી વધે છે.ઘરમાં દીવો ઘી કે તેલથી પ્રગટાવવામાં આવે છે, પરંતુ ઘણીવાર લોકો પૂજા પાઠ કરતી વખતે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ કે તેલનો દીવો કરવો જોઈએ તેની મુંઝવણમાંરહે છે.તો આજે અમે તમને બતાવીરહ્યા છીએ કે ભગવાનની સામે કયો દીવો અને શા માટે પ્રગટાવવો જોઈએ
 
ઘીનો દીવો પ્રગટાવવો હોય છે શુભ
દીવાની જ્યોત વિના પૂજા પૂર્ણ નથી ગણાતી. પરંતુ શું તમે જાણો છો કે ઘીનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાનને અર્પણ કરવા માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી-દેવતાઓ અને દેવી લક્ષ્મીનો વાસ થાય છે, જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. આ સાથે ઘરના વાસ્તુ દોષ પણ સમાપ્ત થાય છે. ઘીનો દીવો પ્રગટાવતી વખતે ફૂલ લાઇટનો જ ઉપયોગ કરો.
 
બંને પ્રકારનો દિવો પ્રગટાવી શકાય છે
તમે ભગવાનની સામે ઘી કે તેલનો બંને દીવા પ્રગટાવી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે ભગવાનની જમણી બાજુ ઘીનો દીવો અને ડાબી બાજુ તેલનો દીવો કરો. દીવો પ્રગટાવતા પહેલા ધ્યાન રાખો કે દીવો તૂટેલો ન હોવો જોઈએ.  તૂટેલો/ખંડિત દીવો શુભ માનવામાં આવતો નથી. વ્યક્તિની મનોકામના પૂર્ણ કરવા માટે તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે. તેલનો દીવો પ્રગટાવતી વખતે લાંબી વાટ જ લગાવો 
 
આ દિશામાં મુકો દિવો
જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તેને મૂકતા પહેલા દિશાનું ધ્યાન રાખો. ક્યારેક ઉતાવળમાં આપણે દીવો ગમે ત્યાં મુકી દઈએ છીએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આવું કરવાથી અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. આર્થિક નુકસાનની સાથે તમારે માનસિક પરેશાનીઓમાંથી પણ પસાર થવું પડી શકે છે. જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તેને પશ્ચિમ દિશામાં પ્રગટાવો. આમ કરવાથી તમે સકારાત્મક ઉર્જા તમારી તરફ આકર્ષિત કરશો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Putin poop suitcase - શા માટે પુતિન પોતાની પોટ્ટી સુટકેસ સાથે રાખે છે

Gold Silve Price today- સોનાના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો, ચાંદીના સર્વોચ્ચ સ્તરે; વર્તમાન દર જાણો.

Year Ender 2025: વર્ષ 2025 મા ચર્ચામાં રહ્યા આ 5 મંદિર, જાણો કેમ ?

Vladimir Putin schedule- વ્લાદિમીર પુતિનનો 30 કલાકનો, મિનિટ-દર-મિનિટનો સમયપત્રક: પીએમ મોદી સાથે મુલાકાત, સંરક્ષણ સોદો પર મહોર, અને યાદીમાં વધુ

Year Ender 2025- આ વર્ષે ભારતના પાંચ સૌથી ટ્રેન્ડિંગ સ્થળો સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય હતા.

આગળનો લેખ
Show comments