Dharma Sangrah

વાસ્તુ ટિપ્સ - આવા સ્થાન પર મકાન ન બનાવવુ જોઈએ, નહી તો...

Webdunia
સોમવાર, 30 જુલાઈ 2018 (11:51 IST)
દરેક વ્યક્તિનુ સપનુ હોય છે પોતાનુ ઘર. મોંઘવારીના આ સમયમાં એક સામાન્ય માણસે પોતાનુ ઘર વસાવવા માટે જીવનભરની જમા પૂંજી લગાવવી પડે છે. તેથી જરૂરી છે કે ઘર એવા સ્થાન પર હોવુ જોઈએ જેમા તમે તમારા કુંટુંબ સાથે સુખ અને શાંતિથી રહી શકો. 
 
વાસ્તુ વિજ્ઞાનમાં કહેવામાં આવ્યુ છે કે જ્યા દક્ષિણ દિશા ઢલાનવાળી હોય એ સ્થાન પર ઘર બનાવવાથી સ્ત્રીઓને કષ્ટ થાય છે.  આ રીતે વાસ્તુમાં બીજા અન્ય સ્થાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનુ વર્ણન ભવિષ્યના પુરાણમાં પણ મળે છે. 
 
ભવિષ્ય પુરાણ મુજબ ઘર એવા સ્થાન પર હોવુ જોઈએ જ્યાની જમીનનો ઢાળ પૂર્વ કે ઉત્તરની તરફ હોય. મંદિર પૂજનીય અને પવિત્ર સ્થાન હોય છે પણ તેની આજુબાજુનું સ્થાન ગૃહસ્થોના નિવાસ માટે યોગ્ય હોતુ નથી. 
 
જેનુ કારણ શક્યત એવુ મનાય છે કે મંદિરની ઘંટી, મંત્ર અને શંખની ધ્વનિ ભક્તિની ભાવનાને અધિક ઉપજાવે છે જેનાથી ગૃહસ્થીના મનમાં ઉદાસીનતા છવાય જાય છે.  ઘર પર મંદિરની છાયા પડવી ઉન્નતિમાં બાધક હોય છે. 
 
જેના સ્થાન પર માંસ-મદિરા વેચવામાં આવે છે કે જુગાર રમનારા લોકો આવતા હોય એવા સ્થા પર પણ ઘર ન વસાવવુ જોઈએ. તેનાથી ઘરમાં રહેતા લોકોના માન સન્માનને સંકટ રહે છે. 
 
ઘરમાં રહેનારા લોકો પર નકારાત્મક વિચારો હાવી રહે છે. જેનાથી વ્યક્તિત્વના વિકાસમાં બાધક આવે છે. નગરના છેડે  ચાર રસ્તા પર કે રાજકર્મચારીના નિવાસ સ્થાન અને રાજમાર્ગની આસપાસ પણ ઘર ન વસાવવુ જોઈએ. 
 
ઘર ક્યા લેવુ યોગ્ય છે 
 
ભવિષ્ય પુરાણ કહે છે કે ગૃહસ્થોએ એવા સ્થાન પર ઘર વસાવવુ જોઈએ જ્યા બુદ્ધિજીવી અને વિદ્વાન લોકો રહેતા હોય.  જ્યા અવરજવર માટે ચોખ્ખો અને સુવ્યવસ્થિત રસ્તો બનેલો હોય.  
 
જ્યા ઘર વસાવવા જઈ રહ્યા છો ત્યાના લોકોનો વ્યવ્હાર પહેલા જાણી લો. જ્યાના લોકો વ્યવ્હારિક હોય. સમય સમય પર એકબીજાને સાથ આપતા હોય ત્યા ઘર વસાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

આગામી 72 કલાક સુધી, આકાશમાંથી આફતનો વરસાદ થશે! આ રાજ્યો તોફાન, વરસાદ અને કરાથી પ્રભાવિત થશે.

US-Israel Iran War- આજે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ, દુનિયા જોઈ રહી છે

આ 6 કરોડ ગુજરાતીઓનુ અપમાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નિવેદન પર બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ

પતિએ તેની પત્ની કરતાં તેની ભાભીની વાત પર વધુ ધ્યાન આપ્યું. પછી એક દિવસ, પત્ની ગુસ્સે થઈ ગઈ અને તેના માતાપિતાના ઘરે ગઈ, ત્યારબાદ

16 વર્ષના સગીર સાથે પરિણિત મહિલાએ કર્યુ ગંદુ કામ, હોટલમાં બોલાવીને બનાવ્યા સંબંધ, ઈસ્ટાગ્રામ પરથી દોસ્તી, જાણો સમગ્ર મામલો

આગળનો લેખ
Show comments