Biodata Maker

Makar Sankranti 2025 Upay: ઉત્તરાયણ પર કરી લો આ જ્યોતિષ ઉપાય, ઘરમાં થશે ધન વર્ષા

Webdunia
શનિવાર, 11 જાન્યુઆરી 2025 (18:12 IST)
Makar Sankranti 2025 Na Jyotish Upay: મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. જ્યોતિષ મુજબ  આ દિવસે સૂર્ય દેવ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ મકરસંક્રાંતિ તરીકે ઓળખાય છે. ઉત્તર ભારતમાં આ તહેવાર મકરસંક્રાંતિ અથવા ખીચડી તરીકે ઓળખાય છે અને ગુજરાતમાં 'ઉત્તરાયણ' તરીકે ઓળખાય છે. લોહરીનો તહેવાર મકરસંક્રાંતિના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. તેને ઉત્તરાખંડમાં ઉત્તરાયણ, ગુજરાતમાં ઉત્તરાયણ, કેરળમાં પોંગલ અને ગઢવાલમાં ખીચડી સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.
 
સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ કરવાને ખરમાસ સમપ્ત થઈ જાય છે. આ સાથે જ માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. આવામાં જે વ્યક્તિ આ દિવસે કેટલા ઉપાય કરી કરે છે તો તેના ઘરમાં આખુ વર્ષ ધનધાન્ય ભરપૂર રહે છે.  આવો આપણે જાણીએ કે મકરસંક્રાંતિ પર કયા જ્યોતિષિય ઉપાય કરવા જોઈએ.  
 
મકરસંક્રાંતિના દિવસે, સૂર્યદેવની પૂજા કરી તેમને અર્ઘ્ય અર્પણ કર્યા પછી, મુખ્ય દરવાજાને પાણીથી ધોઈને શુદ્ધ કરો. આ પછી, હળદરના 5 ટુકડા એક દોરાથી લપેટીને મુખ્ય પ્રવેશદ્વાર પર બાંધો. આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે.
 
મકરસંક્રાંતિના દિવસે જ્યારે પણ તમે સૂર્યને જળ અર્પણ કરો છો, ત્યારે તેમાં લાલ ચંદન મિક્સ કરો. આ સાથે, સૂર્ય ભગવાનના આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. આ ઉપાય કરવાથી કુંડળીમાં સૂર્ય મજબૂત બનશે.
 
મકરસંક્રાંતિના દિવસે, ઘરે ખીચડી બનાવો અને તમારા મનપસંદ દેવતાને અર્પણ કરો. આ પછી, તે ખીચડી ખાઓ અને તેનું દાન કરો. આમ કરવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.
 
મકરસંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવું એ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. આનાથી ગ્રહ દોષોથી રાહત મળે છે.
 
મકરસંક્રાંતિના દિવસે, સફેદ તલ પાણીમાં ભેળવીને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરો. આ ઉપાયથી પિતૃદોષ પણ શાંત થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breakfast Tips: ઘરે મીઠા અને ખાટા ઇન્દોરી સ્ટાઇલના પોહા બનાવો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

વધુ જુઓ..

નવીનતમ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

આગળનો લેખ
Show comments