Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Makar Sankranti 2025: 19 વર્ષ પછી મકર સંક્રાંતિ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો આ દિવસે શુ થશે ખાસ

Makar sankranti special food
, ગુરુવાર, 9 જાન્યુઆરી 2025 (16:29 IST)
Makar Sankranti 14 January 2025: 14 જાન્યુઆરી 2025 ના રોજ મકર સંક્રાંતિનો પર્વ ઉજવાશે. આ પર્વ ભારતમં ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવાય છે.  મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. જેને સૂર્યનુ ઉત્તરાયણ પણ કહે છે.  આ દિવસથી ખરમાસ પણ સમાપ્ત થઈ જાય છે અને શુભ કાર્યોની શ્રૂઆત થાય છે. આવો જાણીએ મકરસંક્રાતિ અને આ ખાસ દિવસને લઈને શુ કહે છે જ્યોતિષ. 
 
મકરસંક્રાંતિનુ મહત્વ 
મકરસંક્રાંતિ નુ ધાર્મિક, સાંસ્કૃતિક અને ખગોળીય મહત્વ છે. ધાર્મિક દ્રષ્ટિથી આ દિવસ ભગવાન સૂર્યની પૂજાનો દિવસ છે. આ દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. દાન-પુણ્ય કરે છે અને સૂર્યદેવની આરાધના કરે છે. સાંસ્કૃતિક રૂપથી આ તહેવાર નવા પાકના આગમનની ખુશીનુ પ્રતિક છે. આ દિવસે તલ અને ગોળથી બનેલી વસ્તુઓ ખાવામાં આવે છે અને પતંગો ઉડાવવામાં આવે છે. ખગોળીય દ્રષ્ટિથી આ દિવસ સૂર્યની સ્થિતિમાં પરિવર્તન થાય છે. જેનાથી દિવસ મોટો થવા માંડે છે અને રાત નાની થવા માંડે છે. 
 
14 જાન્યુઆરી 2025નો વિશેષ સંયોગ 
14 જાન્યુઆરી 2025ના રોજ મકરસંક્રાંતિ એક વિશેષ સંયોગમાં ઉજવાશે. આ દિવસે 19 વર્ષ પછી દુર્લભ ભૌમ પુષ્ય યોગ પણ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં ભૌમ પુષ્ય યોગને અત્યંત શુભ માનવામાં આવે છે. આ યોગ અને પુષ્ય નક્ષત્રના મિલનથી બને છે. આ યોગમાં કરવામાં આવેલા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે. 
 
મકરસંક્રાંતિની તૈયારીઓ 
મકરસંક્રાતિ માટે અત્યાર થી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકો આ દિવસ માટે નવા કપડા ખરીદે છે. પતંગો અને દોરા ખરીદે છે..  તલ અને ગોળથી બનેતી વાનગીઓ બનાવે છે. ગુજરાતના અનેક શહેરોમાં આ દિવસે રાત્રે ફટાકડા પણ ફોડવામા આવે છે જેથી આ દિવસે ફટાકડાની ધૂમ ખરીદી થાય છે.  આ દિવસે અનેક સ્થાન પર મેળાનુ પણ આયોજન કરવામાં આવે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Maha Kumbh Special Tea: 20 રૂપિયામાં ચા પીવો અને કુલ્હડ ખાઈ જાવ, કુંભના મેળામાં આ દુકાન બની આકર્ષણુ કેન્દ્ર