Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજસ્થાનની તનિક્ષા દેશમાં પ્રથમ, વડોદરાની ઝીલનો 9મો નંબર, ગુજરાતના 5 વિદ્યાર્થીઓને ટોપ 50માં સ્થાન

Webdunia
ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2022 (12:19 IST)
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) આજે  NEET UG 2022 પરીક્ષાની ફાઈનલ આન્સર કી અને પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 31 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી હતી. તેના ઉપર કેન્ડિડેટ્સને પોતાની સમસ્યાઓ રજૂ કરવાની તક પણ આપવામાં આવી હતી. NTA હવે તમામ સમસ્યાઓ ઉપર વિચારણા કર્યા બાદ ફાઈનલ આન્સર કી અને પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે 15.97 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં રાજસ્થાનની તનિક્ષા દેશમાં પ્રથમ આવી છે. 

જ્યારે ટોપ 50માં ગુજરાતના પાંચ વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે.ગુજરાતમાંથી ઝીલ વ્યાસે પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેણે ઝીલે 99.9992066 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. જ્યારે દેશમાં પ્રથમ આવેલી તનીક્ષાએ 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે.NEET UG 2022 પરીક્ષાનું આયોજન 17 જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું. તેમાં કુલ 18,72,343 ઉમેદવારો સામેલ થયા હતા. ઉમેદવારો લાંબા સમયથી એક્ઝામના પરિણામ અને સ્કોરકાર્ડની રાહ જોઈ રહ્યા હતા.આજે ઉમેદવારો પોતાનું પરિણામ મેળવી શકશે. પરીક્ષામાં સામેલ થનારા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ  nta.ac.in અને neet.nta.nic.inની વિઝિટ કરીને પોતાનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે. કેન્ડિડેટને પોતાના સ્કોરકાર્ડના આધારે તેમની પસંદગીની મેડિકલ કોલેજમાં એડમિશન મળશે. આ પરીક્ષા કુલ 720 માર્કસની હોય છે. તેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ક્વાલિફાઈંગ પર્સેન્ટાઈલ 50 ટકા અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે 40 ટકા હોય છે. મેડિકલ એડમિશન એક્સપ્રટના જણાવ્યા અનુસાર જનરલ કેટેગરી માટે AIQ 15% કોટા હેઠળ સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે ઉમેદવારોએ 650થી વધારે સ્કોર કરવો પડશે. વળી સ્ટેટ કોટાની 85 ટકા સીટો ઉપર 600થી વધુ સ્કોર ધરાવતા ઉમેદવાર સરકારી સીટ ઉપર એડમિશન મેળવી શકે છે. બીજી તરફ OBC કેટેગરીના ઉમેદવારો માટે AIQ સીટો માટે આ સ્કોર 640 અને સ્ટેટ સીટો માટે 590 સુધી હોઈ શકે છે.

સંબંધિત સમાચાર

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments