Festival Posters

ગણેશ ચતુર્થી સ્પેશ્યલ - આ રીતે બનાવો જાયફળ મોદક

Webdunia
સોમવાર, 4 જાન્યુઆરી 2021 (10:46 IST)
ગણેશજીના પસંદગીનો ભોગ છે મોદક, ગણેશજીના આ વિશેષ અવસર પર મોદક ખૂબ બનાવાય છે. ઉલ્લેખનીય છે કે મોદક એક નહી અનેક પ્રકારના વિવિધ ભરાવન દ્વારા બનાવાય છે. 
 
સામગ્રી - બે કપ મૈદો 
ઘી મોણ માટે 
ઘી કે તેલ તળવા માટે 
ભરાવણ માટે - એક કપ ચણાની દાળ (પલળેલી) 
બે કપ ખાંડ 
બે મોટી ચમચી ડ્રાયફ્રુટ્સ 
એક નાની ચમચી ઈલાયચી પાવડર 
ચપટીભર જાયફળ પાવડર 
પાણી જરૂર મુજબ 
 
બનાવવાની રીત - સૌ પહેલા મેદામાં મોણ અને પાણી મિક્સ કરીને લોટ બાંધી લો અને જુદો મુકી દો. 
-હવે ધીમા તાપ પર એક પ્રેશર કુકરમાં પાણી મિક્સ કરીને ચણાની દાળ 3-4 સીટી આવતા સુધી બાફી લો 
- દાળ બફાયા પછી પાણી નીતારી લો અને દાળ વાટી લો 
- ઘીમા તાપ પર ઘી ગરમ કરવા મુકો 
- હવે તેમા વાટેલી દાળ અને ખાંડ નાખીને કડછીથી હલાવતા રહો. 
- જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમા જાયફળ પાવડર, ઈલાયચી પાવડર અને સુકામેવા નાખીને ગેસ બંધ કરી દો. 
- હવે મેદાના બાંધેલા લોટની પુરી બનાવી તેમા આ ભરાવણ ભરો અને તેને મોદકનો શેપ આપી દો. 
- ધીમા તાપ પર કઢાઈમાં ઘી ગરમ કરવા મુકો.  
- ઘી ગરમ થાય કે મોદક તળી લો.
- તૈયાર છે જાયફળ મોદક 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચૂંટણી પંચે SIR અંગે મોટો નિર્ણય લીધો, 6 રાજ્યોમાં સમયમર્યાદા લંબાવવામાં આવી

ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન પ્રત્યે દયાળુ છે, તેમણે 61,94,54,48,287 ના સોદા પર મહોર મારી છે; શું આ ભારત માટે ચિંતાનું કારણ છે?

નરેન્દ્ર મોદી પછી કોણ બનશે પીએમ ? આ સવાલ પર શુ બોલ્યા RSS પ્રમુખ મોહન

ભારત-ચીન બોર્ડર પાસે મોટી દુર્ઘટના, ખીણમાં ખાબકી મજૂરોને લઈને જઈ રહેલી ટ્રક, 17 લોકોના મોતના સમાચાર

ગુજરાત, મઘ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત 7 રાજ્યો માટે વધારવામાં આવી SIR ની તારીખ, ચૂંટણી પંચે જાહેર કર્યો આદેશ

વધુ જુઓ..

ધર્મ

શ્રી લક્ષ્મી સૂક્ત પાઠ/ શ્રી સૂક્ત પાઠ ગુજરાતી

શિવ પંચાક્ષર સ્તોત્ર

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Aditya Hrudayam Lyrics In Gujarati - આદિત્ય હૃદય સ્તોત્રમ્‌ નો પાઠ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

આગળનો લેખ
Show comments