Dharma Sangrah

Gujarati Shravan Maas 2025 Start Date: ક્યારથી શરૂ થઈ રહ્યો છે શ્રાવણ મહિનો, કેટલા આવશે શ્રાવણ સોમવાર ? જાણી લો તિથિ

Webdunia
ગુરુવાર, 17 જુલાઈ 2025 (00:04 IST)
gujarati shrawan month

Gujarati Shravan Maas 2025 Start Date:હિન્દુ કેલેન્ડર મુજબ, હાલમાં અષાઢ મહિનો ચાલી રહ્યો છે અને જુલાઈ મહિનો છે.  25 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે. માન્યતાઓ અનુસાર, શ્રાવણ મહિનો ભગવાન શંકરને ખૂબ પ્રિય છે. શ્રાવણ મહિનામાં, શિવભક્તો ભગવાન શંકરની પૂજા કરે છે. તેઓ તેમની ભક્તિમાં ડૂબેલા રહે છે. શ્રાવણ મહિનામાં ભોલેનાથની પૂજા અને સોમવારનો ઉપવાસ કરવાથી વિશેષ ફળ મળે છે. શ્રાવણ સોમવાર શિવની પૂજા માટે સૌથી શુભ અને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. જો તમે પણ શિવ ભક્ત છો, તો તમે ચોક્કસપણે જાણવા માંગશો કે આ વખતે શ્રાવણ મહિનો ક્યારે શરૂ થવાનો છે અને આ વર્ષે કેટલા શ્રાવણ સોમવાર આવવાના છે.
 
ક્યારે શરૂ થશે શ્રાવણ માસ  2025?
હિન્દુ ધર્મમાં શ્રાવણનો મહિનો ખૂબ જ પવિત્ર અને ખાસ માનવામાં આવે છે. આ વર્ષે 25  જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ જશે અને પહેલો શ્રાવણ સોમવાર 28  જુલાઈના રોજ આવશે.  સોમવારનો દિવસ શિવ ભક્ત ભોલેનાથની પૂજા કરે છે અને વ્રત રાખે છે. સોમવારનો દિવસ પણ શિવજી અને માતા પાર્વતીને સમર્પિત હોય છે. તેનાથી શિવજી પ્રસન્ન થઈને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. એવી માન્યતા છે કે આવુ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સંપન્નતા આવે છે.  લગ્નજીવન પણ સુખી રહે છે. જો કુંવારી કન્યાઓ શ્રાવણ સોમવારનુ વ્રત રાખે છે, તો તેમને પોતાનો મનગમતો વર મળી શકે છે.
 
શ્રાવણ સોમવાર 2025 ની તારીખ 
 
1. પહેલો શ્રાવણ સોમવાર - 28  જુલાઈ
2. બીજો શ્રાવણ સોમવાર - 4  ઓગસ્ટ 
3. ત્રીજો શ્રાવણ સોમવાર - 11  ઓગસ્ટ
4. ચોથો શ્રાવણ સોમવાર - 18  ઓગસ્ટ
 
શ્રાવણ માસનુ મહત્વ 
 
માન્યતા છે કે શ્રાવણ મહિનામાં પડનારા દરેક સોમવારે પૂજા પાઠ, વ્રત કરવાથી કિસ્મત ચમકી શકે છે. ભગવાન શિવજીનો આશીર્વાદ મળે છે. તેમની કૃપા કાયમ રહે છે. ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. શ્રાવણના મહિનામાં શંકર ભગવાનની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. દોષ અને કષ્ટ દૂર થાય છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Day Special- ગુલાબ નારિયેળના લાડુ કેવી રીતે બનાવશો

Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત

First Date Tips- 16 ફર્સ્ટ ડેટ ટિપ્સ, જે દરેક યુવકો માટે ખૂબ જ છે કામના

Chutney recipe- દહીંની ચટણી

હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને પાણી પિવડાવવું જોઈએ કે નહિ, ડોક્ટર પાસેથી જાણો હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું શું નહિ ?

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2026: રાશિ મુજબ કરો શિવજીની પૂજા, જાણો તમારી રાશિ માટે કયો અભિષેક છે શ્રેષ્ઠ

Maha Shivratri: મહાશિવરાત્રી પર ઘરે શિવલિંગની પૂજા કેવી રીતે કરવી? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ વિધિ

Maha Shivratri 2026: મહાશિવરાત્રીનું મહત્વ, પૂજા વિધિ અને જાણો શું છે ચાર પ્રહરની પૂજાનો સમય

Surya Grahan 2026: સૂર્ય ગ્રહના 5 મંત્રોનો જાપ કરવાથી દૂર થશે ગ્રહણની અસર, કુંડળીમાં સુધરશે ગ્રહોના રાજાની સ્થિતિ

શ્રી સંતોષી માતા ચાલીસા

આગળનો લેખ
Show comments