Webdunia - Bharat's app for daily news and videos

Install App

Evrat jivrat vrat 2023 એવરત-જીવરત વ્રત ક્યારે છે અને આ કેવી રીતે કરવું

Webdunia
મંગળવાર, 11 જુલાઈ 2023 (11:26 IST)
Evrat jivrat vrat 2023 એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુ. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. વ્રતથી અખંડ સૌભાગ્યની સાથે સંતાન સુખના આશિષ પ્રાપ્ત થવાની માન્યતા છે. 17 જુલાઈ અષાઢ વદ અમાસથી અધિક માસની શરૂઆત થઈ રહી છે તેથી આ વખતે એવરત જીવરત વ્રત 14 ઓગસ્ટથી શરૂ થઈને 16 ઓગસ્ટ સુધી રહેશે. 
 
આ વ્રતને દિવાસાનુ વ્રત પણ કહેવાય છે. કહેવુ છે કે દિવાસાના વ્રત કરનાર સ્ત્રીને એવરત અને જીવરત મા અખંડ સૌભાગ્યના આશિષ આપે છે. 
 
દિવાસા એટલે જે દિવાસો (Divaso) દિવાસાના દિવસ સાથે એવરત-જીવરતનું વ્રત પણ સંકળાયેલું છે. અષાઢ વદ તેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે પૂર્ણ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે જ્વારાની પૂજા કરીને તેની પાસે દીવો પ્રગટાવે છે. એટલા માટે પણ આ દિવસને દિવાસો કહેવાય છે.દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે. દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. સ્ત્રીઓ દશામાનો શણાગર, સાંઢણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા -અર્ચના કરે છે.
 
એવરત-જીવરતમાં શું કરવુ 
- આ દિવસે સવારે જલ્દી ઉઠીને નાહી ધોઈ મંદિરે જઈ એવરત-જીવરત નામની દેવીઓનું પૂજન કરવું. 
 - ઉપવાસમાં સ્ત્રીએ મીઠાં વગરનો જ ખોરાક લેવાનો હોય છે
 - વ્રત કરનાર સ્ત્રી જવારાની વાવણી કરે છે
- દિવસે માત્ર ફળફળાદિ ખાય અને રાત્રે જાગરણ કરે, 
- આ વ્રત પાંચ વર્ષ સુધી કર્યા પછી ઉજવાય. ઘણું કરી
-  આ વ્રત કરનાર પતિના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરે છે.

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments