બિલ્વપત્રની પણ કથા છે - એકવાર દેવી ગિરજાના વિશાળ લલાટ પર પરસેવાનું એક બિંદુ ઉપસી આવ્યું તે બિંદુ દેવીએ લુછી પૃથ્વી ઉપર ફેંક્યું. તેનું વિશાળ વૃક્ષ થયું. એકવાર ભ્રમણ કરતાં દેવીએ આ ઘટાદાર વૃક્ષ જોયું તેથી દેવીએ તેનું નામ રાખ્યું 'બિલ્વ' જે બિંદુથી પ્રગટ થયું. આ બિલ્વના મૂળમાં શિવ-પાર્વતી તેના થડમાં દેવી દાક્ષાયણી તેની શાખાઓમાં મહેશ્વરી દેવી તેના પત્રમાં દેવી પાર્વતીજી - તેના ફળમાં માતા કાત્યાયની તેની છાલમાં ગૌરી દેવી અને તેના પુષ્પમાં ઊમા દેવીનો વાસ છે. તેના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો ભંડાર છે. આમ બિલ્વ પત્ર ચઢાવવાથી ભક્તિ અને શક્તિ પ્રાપ્ત થાય છે જેના પણ મંત્ર છે.
''
ૐ ત્રિદલં ત્રિગુણાકારં, ત્રિનેત્રંચત્રિયાયુદ્યમ્ ત્રિજન્મ પાપ સંહારં એક બિલ્વં શિવાર્પણમ્'' અથવા પંચાક્ષર મંત્ર ''
।। ૐ નમઃશિવાય । ।'' આ મંત્ર પણ તેટલું જ ફળ આપે છે.
પાવન આ શ્રાવણ માસમાં પાર્થેશ્વર પૂજા પણ કરવાથી મુક્તિ મળે છે. હરરોજ નદી અથવા તળાવ કિનારેથી નૂતન માટી લાવી જુદા જુદા બાણ બનાવી મધ્યમાં શિવલિંગ અને ઊપર શેષનારાયણ બનાવી મૂકવામાં આવે છે. જેની દરરોજ પુજા કરવામાં આવે છે. દર શ્રાવણ માસમાં મૃત્યુંજયનો જપ કરવામાં આવે છે તેના પણ મંત્રો છે.
''
ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિમ્ પુષ્ટિવર્ધનમ્ । ઊર્વારૃકમિવ બંદ્યનાન્ મૃત્યુર મોક્ષિ યમામૃતાત । ।'' અથવા -
''
મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ્ શરણાગતમ્ જન્મ મૃત્યુજરા વ્યાધિ પિડિતંકર્મ બંધન'' આવા મંત્રથી શિવજીનો જય કરવાથી તમામ દુઃખ-દારિદ્રય રોગ અને કર્મની પિડાના બંધનમાંથી મુક્તિ મળે છે. તો આવા પાવનકારી પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીની ઊપાસના કરી ધન્ય અને કૃતાર્થ બનીએ...