Dharma Sangrah

Pitru Paksha Amavasya: પિતૃપક્ષની અમાવસ્યાના દિવસે સૂર્ય ગ્રહણ, આ 4 ચમત્કારી ઉપાયોથી થશે આર્થિક લાભ

Webdunia
બુધવાર, 17 સપ્ટેમ્બર 2025 (13:29 IST)
Pitru Paksha Amavasya: ભાદરવ મહિનાની અમાવસ તિથિ 21 સપ્ટેમ્બરના રોજ છે. આ દિવસે પિતૃપક્ષ અમાવસ્યા પણ રહેશે અને વર્ષ 2025 નુ અંતિમ સૂર્ય ગ્રહણ પણ લાગશે.  પિતરોની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. તમને બતાવી દઈએ કે પિતૃપક્ષની અમાવસ્યાને સર્વપિતૃ અમાવસ્યા પણ કહેવામાં આવે છે અને આ દિવસ એ પિતરોની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે. જેમના મૃત્યુની તિથિ ખબર ન હોય. એટલે કે આ અમાસે શ્રાદ્ધ, તર્પણ કરવાથી ભૂલેલા વિસરાયેલા પિતૃ પણ પ્રસન્ન થાય છે.  આ સાથે જ આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી તમને જીવનમાં સુખ-સમૃદ્ધિ અને પિતરોનો આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ શકે છે. આજે આ ઉપાયો વિશે અમે તમને માહિતી આપીશુ.  
 
પીપળાના વૃક્ષની પૂજા 
21 સપ્ટેમ્બરના દિવસે સર્વપિતૃ અમાવસ્યા પણ છે અને સૂર્ય ગ્રહણ પણ. આ દિવસે  જો તમે પીપળાના વૃક્ષની પૂજા કરે છે. પીપળા નીચે દિવો પ્રગટાવે છે અને પાણી પીપળાની જડમાં આપે છે તો શુભ ફળોની પ્રાપ્તિ તમને થશે.  આવુ કરવાથી પિતરોના અસીમ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને સાથે જ પિતૃ દોષથી પણ તમને મુક્તિ મળશે.  આ દિવસે કરવામાં આવેલ ઉપાય તમને આર્થિક અને કરિયરના ક્ષેત્રમાં પણ ઉન્નતિના પથ પર લઈ જઈ શકે છે.  
 
પિતૃપક્ષ અમાવસ્યાના દિવસે દાન
હિન્દુ ધર્મમાં દાનનુ ખૂબ મહત્વ છે. તેથી સર્વપિતૃ અમાવસ્યા અને સૂર્ય ગ્રહણના સંયોગમાં તમારે આ દિવસે જો તમે ઘઉ, ગોળ, કેળા, દૂધ, દાળ, કપડા અને યથાસંભવ ધનનુ દાન કરે છે તો પિતરોની સાથે જ સૂર્ય દેવની કૃપા પણ પ્રાપ્ત થશે. આવુ કરવાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને ઘરમાં ઘન-ઘાન્યની બરકત આવશે.  
 
પંચબલિ કરો 
સર્વપિતૃ અમાવસ્યાના દિવસે તમને પંચબલિ એટલે પાંચ જીવોને ભોજન કરાવવુ જોઈએ. આવુ કરવાથી તમને બધા પિતૃ પ્રસન્ન થઈને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. પંચબલિનો અર્થ છે કે પાંચ જીવ - ગાય, કૂતરુ, કાગડો, કીડી અને માછલીને ભોજન કરાવવુ.  
 
પંચબલિ કરો 
સર્વપિતૃ અમાસના દિવસે તમે પંચબલિ એટલે કે પાંચ જીવોને ભોજન કરાવવુ જોઈએ. આવુ કરવાથી તમારા બધા પિતૃ પ્રસન્ન થઈને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. પંચબલિનો અર્થ છે કે પાંચ જીવો - ગાય, કૂતરો, કાગડો, કીડી અને માછલીને ભોજન કરાવવુ. 
 
ખીર અર્પણ કરવી
 
પિતૃ પક્ષના અમાસના દિવસે, તમારે પૂર્વજો માટે દૂધ અને ચોખામાંથી બનેલી ખીર તૈયાર કરવી જોઈએ. પૂર્વજોને ખીર અર્પણ કરવાથી તમારા જીવનમાં મીઠાશ આવે છે અને પારિવારિક જીવન સુખી બને છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

આગળનો લેખ
Show comments