rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pitru Paksha 2025 Daan : પિતૃપક્ષમાં પિતરોની શાંતિ માટે રાશિ મુજબ કરશો દાન તો મળશે સુખ સમૃદ્ધિ

pitru paksha daan
, ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025 (13:18 IST)
પિતૃપક્ષમાં દિવંગત પૂર્વજોની યાદમાં તેમને રાશિ જો યાદ હોય તો તેના મુજબ દાન અથવા ખુદની રાશિ મુજબ દાન અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. ભલે આપણા પૂર્વજ આજે આ ઘરતી પર ન હોય પણ આજે પણ આપણી સાથે જોડાયેલા છે. પિતરો સાથે જોડાવ હોવાને કારણે તમે જે દાન કરો છો તેનુ શુભ ફળ પિતૃપક્ષ દરમિયાન તેમને પ્રાપ્ત થાય છે. પિતૃપક્ષ માં પોતાના પિતરોના નિમિત્ત શાસ્ત્ર સમ્મત વિધિથી પિંડ દાન, તર્પણ વગેર ધર્મ શાસ્ત્રોમાં બતાવેલ કર્મકાંડ શાસ્ત્ર વિધિથી કરવા અનિવાર્ય છે. કારણ કે પિતૃપક્ષ દરમિયાન પિતરોના નામે શ્રદ્ધાથી કરવામાં આવેલ પ્રત્યેક કર્મ પિતરોને સદ્દગતિ પ્રદાન કરે છે. દરેક બાળકનુ જોડાણ તેમના પૂર્વજો સાથે કાયમ રહે છે. ક્રોમોજોમ્સના માઘ્યમથી વૈજ્ઞાનિકોએ પ્રમાણિત કર્યુ છે કે નવજાત શિશુમાં થોડા ગુણ દાદા અને પરદાદાના કેટલાક ગુન નાના-નાનીના પણ સામેલ રહે છે. પિતરોના નિમિત્ત શ્રાદ્ધ આદિ કર્મ કરવાથી પિતરોની સાથે સાથે ખુદનુ પણ કલ્યાણ થાય છે.  
 
દાનનુ વિશેષ મહત્વ - વિષ્ણુ પુરાણમાં પિતૃ પક્ષમાં દાન આપવાના મહત્વ વિશે બતાવ્યુ છે. પિતૃપક્ષ દરમિયાન દક્ષિણ દિશા તરફ મોઢુ કરીને દાન કરવાથી પિતૃદોષનુ નિવારણ થાય છે. જે  લોકો જાણતા-અજાણતા અને ભૂલવશ પોતાના પિતરોનુ તર્પણ શ્રાદ્ધ વગેર નથી કરતા તેમને પિતૃગણ શ્રાપ આપે છે.  પૂર્વજોની યાદમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે તેમના નામથી શ્રાદ્ધ, તર્પણ દાન વગેરે જરૂર કરવુ જોઈએ.  આ સાથે જ રાશિ મુજબ પૂર્વજોની યાદમાં દાન કરવામાં આવે તો આ ખૂબ જ સારુ માનવામાં આવે છે.  
 
પિતૃપક્ષમાં પિતરોની શાંતિ માટે રાશિ મુજબ કરશો દાન તો મળશે સુખ સમૃદ્ધિ
 
મેષ રાશિ - સ્વામી મંગળ - જમીનનુ દાન અથવા સંકલ્પ અને દક્ષિણા સહિત માટીના ઢગલાનું દાન તાંબાનુ દાન 
વૃષભ રાશિ - સ્વામી શુક્ર - સફેદ ગાયનુ દાન અથવા કન્યાને ખીર ખવડાવો 
મિથુન રાશિ - સ્વામી બુધ - આમળા, દ્રાક્ષ, પરવાળાનું દાન(લાલ મૂંગા) , મગ દાળનું દાન
કર્ક રાશિ- સ્વામી ચંદ્ર- નાળિયેર, જવ, દૂધ, દહીં, ચાંદીનું દાન
સિંહ રાશિ- સ્વામી સૂર્ય- સોનું, ખજૂર, અનાજનું દાન
કન્યા રાશિ- સ્વામી બુધ- ગોળ, આમળા, દ્રાક્ષ, પરવાળાનું દાન, મૂંગ દાળનું દાન
તુલા રાશિ- સ્વામી શુક્ર- ખીરનું દાન, દૂધના ઉત્પાદનોનું દાન
વૃશ્ચિક રાશિ- સ્વામી મંગળ- સંકલ્પ અને દક્ષિણા સાથે જમીનનું દાન અથવા માટીના ઢગલાનું દાન
ધનુ રાશિ- સ્વામી ગુરુ- રામના નામ લખેલા કપડાંનું દાન, ટુવાલ
મકર રાશિ- સ્વામી શનિ- તલનું તેલનું દાન, તલનું દાન
કુંભ રાશિ - સ્વામી શનિ- તલ, તેલના ઉત્પાદનો વગેરેનું દાન
મીન રાશિ- સ્વામી ગુરુ- ધાર્મિક ગ્રંથ ગીતા વગેરેનું દાન.
 
ગ્રહોને ધ્યાનમાં મુકીને કરવામાં આવેલુ દાન અનિષ્ટ ગ્રહોથી મુક્તિ અપાવે છે. તેથી રાશિ અથવા લગ્ન મુજબ કરવામાં આવેલુ દાન ક્યારેય વ્યર્થ જતુ નથી. જો કોઈ વ્યક્તિને તેમના દિવંગત પૂર્વજોની તિથિ યાદ નથી તો અમાસના દિવસે રાશિ મુજબ દાન વગેરે કરી શ્રાદ્ધ અને તર્પણ જરૂર કરવુ જોઈએ.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pitru Paksha 2025: પિતૃ પક્ષમાં તુલસી સંબંધિત કરો આ ખાસ ઉપાય, પિતૃઓ થશે ખુશ અને ઘરમાં આવશે સમૃદ્ધિ