Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરના મંદિરમાં હોવી જોઈએ આ 10 વસ્તુઓ

Webdunia
શુક્રવાર, 20 એપ્રિલ 2018 (05:13 IST)
શાલીગ્રામ - વિષ્ણુંના પત્થરનો ટુકડો.. જેના પર ચક્ર એવુ ચિન્હ અંકિત કરેલુ હોય છે. આ ફક્ત  નેપાળમાં જોવા મળે છે. 
 
શિવલિંગ - મહાદેવની ગોળ આકારની જનોઈ ધારણ કરેલી પ્રતિમૂર્તિ શિવલિંગ અર્થાત શિવજીની  જ્યોતિ 
તાંબાનુ પાત્ર - પાણી ભરેલા તાંબાના લોટામાં તુલસી નાખીને મુકો. તેમા મુકેલુ પાણી આચમન  વડે ત્રણવેળા ગ્રહણ કરવામાં આવે છે. 

પંચામૃત - દૂધ, દહી, મધ, ઘી, શુદ્ધ જળ કે પછી દૂધ, દહી, મધ, ઘી વગેરેનું મિશ્રણ અથવા દૂધ,  દહી, ખાંડ, મધ મિક્સ કરીને પંચામૃત તૈયાર કરવામાં આવે છે. નૈવેદ્ય બતાવ્યા પછી આ મિશ્રણ  ગ્રહણ કરવામાં આવે તો લાભદાયક છે. 
 
ચંદન - ચંદન અને ઘસવાનો પત્થર ઘરના મંદિરમાં મુકવો. શાલીગ્રામ અને શિવલિંગ પર ચંદન  લગાડવામાં આવે છે એ જ  રીતે કપાળ પર ચંદન લગાડવાથી મસ્તક શાંત રહે છે. ચંદનના  સુવાસથી નકારાત્મક વિચાર આવતા નથી . 

ચોખા - અક્ષત મતલબ ચોખા સંપન્નતાનું પ્રતિક છે. અક્ષત ચઢાવવા મતલબ આપણા પૂજા માટે  આપણા વૈભવનો ઉપયોગ કરવો 
 
ફુલ - દેવી દેવતા સામે ફુલ ચઢાવવામાં આવે છે. આ સુંદરતાનું પ્રતિક છે.. મતલબ આપણા  મનમાં અને બાહ્ય સ્વભાવમાં સુંદરતા હોવી જોઈએ 
 
નૈવેદ્ય - નૈવેદ્ય ઈશ્વરને અર્પિત કરવો જે રીતે નૈવેદ્ય ગળ્યો હોય છે એ જ રીતે આપણા જીવનમાં  પણ મીઠાશ હોવી જોઈએ. ભગવાનને ફળ-મીઠાઈ-મેવા કે પછી પંચામૃતનો પ્રસાદ ધરાવવો  જોઈએ. 

કંકુ - ચુનાનુ લાલ મિશ્રણ અને હળદર મિક્સ કરીને તૈયાર કરાતા મિશ્રણને કંકુ કહે છે.  આ શુભ  માનવામાં આવે  છે. આ સાહસનુ પ્રતિક છે. 
 
ધૂપ - ઘરમાં અગરબત્તીને બદલે ધૂપ પ્રગટાવો. ધૂપ પ્રગટાવવાથી આપણા મનનું અને ઘરનું  વાતાવરણ સકારાત્મક અને સુવાસિત થાય છે 
 
દિવો - પારંપારિક દિવો માટીનો હોય છે. તેમા પાંચ તત્વ માટી, જળ, અગ્નિ અને વાયુ હોય છે.  હિન્દુ અનુષ્ઠાનમાં પાંચ તત્વોની ઉપસ્થિતિ અનિવાર્ય છે.

સંબંધિત સમાચાર

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments