Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગણેશ ચતુર્થી પર આટલુ જરૂર જાણો , કેવી રીતે પ્રસન્ન થશે ગણપતિ

ગણેશ ચતુર્થી પર આટલુ જરૂર જાણો , કેવી રીતે પ્રસન્ન થશે ગણપતિ
, રવિવાર, 21 જાન્યુઆરી 2018 (13:57 IST)
શહેરોમાં  ગણેશ ચતુર્થી માટે મૂર્તિઓને બનાવવાનું કાર્ય  જોરથી ચાલી રહ્યુ  છે. આમ તો આખા દેશમાં જ આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે  આમ તો આખા દેશમાં જ આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે પણ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગણેશચતુર્થીનું દ્રશ્ય જુદુ જ લાગે છે. શિવપુરાણમાં ભાદ્રપદ માસના કૃષ્ણપક્ષની ચતુર્થીને મંગલમૂર્તિ ગણેશની અવતરણ -તિથિ ગણાવી છે. . જ્યારે ગણેશ્પુરાણ મુજબ ગણેશાવતાર ભાદ્રપદ શુકલ ચતુર્થી પર થયો હતો. 
 
આજે આપણે  ગણેશ ચતુર્થી પર કેટલીક  વિશેષ વાતો  જાણીએ  જેને તમારી પૂજામાં સામેલ કરી તમે વિઘ્નકર્તા અને મંગલકર્તા ભગવાન ગણેશને પ્રસન્ન કરી શકો છો. 
 
પૂજન-વિધિ 
 
સવારે ગણેશજીના સામે બેસી ધ્યાન કરો. ફૂલ ,રોલી ,અક્ષત , સિંદૂર ,દૂર્વાદલ વગેરે વસ્તુઓથી પૂજન કરો.ફળ કે મૂંગના લાડૂનો ભોગ લગાવો.ધૂપ દીપ કરી નીચે લખેલુ મંત્રનો 11 કે 21 વાર જાપ કરવો. 
 
ૐ ચતુરાય નમ: ૐ ગજાનનાય  નમ: ૐ વિગ્રરાજાય  નમ: ૐ પ્રસમન્નાત્મને   નમ: 
 
પૂજા અને ગણેશમંત્ર પછી શ્રીગણેશની આરતી કરી સફળતા અને સમૃદ્ધિની કામના કરવી . 
 
આટલુ ધ્યાન રાખો 
 
ગણેશ પૂજનમાં ક્યારેય  તુલસી ન રાખવી. દૂર્વાથી જ પૂજન કરવુ. ગણેશજીની ત્રણ પ્રદિક્ષણા કરવી. તેમની આરાધનામાં નામાષ્ટકનું  સ્તવન જરૂર કરો. . જેથી ચતુર્થીના દેવ પ્રસન્ન થશે અને સારા ફળની પ્રાપ્તિ થશે. 
 
 
કેવો હોવુ જોઈએ  ગણેશ ચિત્ર 
 
ઘરમાં બેસાડવામાં આવતા  ગણેશજી અને કાર્યસ્થળ પર ઉભા ગણેશજીનું  ચિત્ર લગાવવુ  જોઈએ. પણ આ ધ્યાન રાખો કે ગણેશજીના બન્ને પગ ધરતી પર સ્પર્શ કરતા હોય્ જેથી કાર્યમાં સ્થિરતા આવશે. 
 
જમણી સૂંઢ વાળા ગણેશ ન લાવશો  
 
સર્વમંગળની કામના કરતા લોકો માટે સિંદૂરી રંગના ગણપતિની આરાધના અનુકૂળ રહેશે. આનાથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે. ગણપતિની  મૂર્તિમાં ડાબા હાથ તરફ વળેલી સૂંઢ હોવી જોઈએ.   જમણી તરફની સૂંઢવાળા ગણેશ જીદ્દી હોય છે. તેમની સાધના પણ કઠિન હોય છે અને આ ભક્તો પર મોડેથી પ્રસન્ન થાય છે. 
 
ગણપતિનો અર્થ 
 
ગણ + પતિ = ગણપતિ . સંસ્કૃત કોશાનુસાર ગણ એટલે પવિત્ર "પતિ" એટલે સ્વામી ગણપતિ એટલે પવિત્રતાના સ્વામી . 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વિશ્વ વિદ્યાલય તીર્થસ્થળ બદ્રિનાથે મંદિરના દ્વાર 11 મે ની સવારે શ્રદ્ધાળુઓ માટે ખોલાશે.