Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજામાં કેળા, દૂધ અને ઘઉંનો પ્રયોગ કેમ થાય છે

Webdunia
રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (06:30 IST)
ભવિષ્ય પુરાણમાં બતાવ્યુ છે કે કળયુગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આપનારુ કોઈ વ્રત અને કથા છે તો એ છે શ્રી સત્યનારાયણનુ વ્રત અને કથા. આ જ કારણ છે કે કોઈપણ શુભ કામમાં સત્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજામાં સૌથી મહત્વપૂર્ણ ત્રણ વસ્તુ છે. કેળા, દૂધ અને ઘઉંનો કંસાર.  આ ત્રણેય પ્રસાદના રૂપમાં સત્યનારાયણ ભગવાનને અર્પિત કરવામાં આવે છે. 
 
વ્યવ્હારિક દ્રષ્ટિએ જોવા જઈએ તો દરેક ઋતુમાં સહેલાઈથી મળી રહેતા હોવાને કારણે કેળા સત્યનારાયણ ભગવાનની પૂજામાં સામેલ કરવામાં આવે છે. જ્યારે કે ધાર્મિક દ્રષ્ટિથી જોતા એ જાણ થાય છે કે કેળા ખૂબ જ શુદ્ધ ફળ છે. જે રીતે ભગવાન વિષ્ણુ અયોનિજ છે મતલબ કોઈ ગર્ભથી ઉત્પન્ન થયા નથી એ જ રીતે કેળાનું ફળ પણ બીજથી ઉત્પન્ન થતુ નથી. તે કૂંપળમાંથી ફુટે છે અને તેની અંદર અનેક મહિના સુધી ઉછરે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ તેના પર ગુરૂ ગ્રહનો પ્રભાવ હોય છે જે વિષ્ણુ સ્વરૂપ જ છે તેથી કેળાનુ ફળ સત્યનારાયણ ભગવાનને પસંદ છે. 
 
ભગવાન વિષ્ણુને દૂધ ખૂબ વધુ પસંદ છે. તેથી તેમનો નિવાસ પણ ક્ષીર સાગરમાં છે મતલબ એવો સાગર જે દૂધથી બનેલો છે. સત્યનારાયણ ભગવાનની પૂજામાં શાલીગ્રામની પૂજા થાય છે જેને દૂધથી સ્નાન કરાવવામાં આવે છે. દૂધ અને કેળા મળીને મહાભોગ બનાવવામાં આવે છે. વ્યવ્હારિક દ્રષ્ટિથી પણ દૂધ શુદ્ધ અને સાત્વિક માનવામાં આવે છે. કેળા અને દૂધનુ સેવન શક્તિ અને બળદાયક હોય છે. આ કારણે શ્રી સત્યનારાયણની પૂજામાં દૂધ પ્રસાદના રૂપમાં ચઢે છે.  
 
ભગવાન વિષ્ણુના કોઈપણ વ્રતમાં ચોખાનો પ્રયોગ થતો નથી જેનુ ઉદાહરણ છે કે અગિયારસના  દિવસે ચોખા ખાવામાં આવતા નથી. વિષ્ણુ ભગવાનને ફળ ચઢે છે ચોખા નહી. ઘઉને કણક કહેવામાં આવે છે મતલબ આ સુવર્ણ સમાન છે. ઘઉંનું દાન સોનાના દાનનું ફળ આપે છે. આ વિષ્ણુ સ્વરૂપ છે. તેથી સત્યનારાયણની પૂજામાં પ્રસાદના રૂપમાં ચઢે છે. 

સંબંધિત સમાચાર

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments