250 ગ્રામ સિંઘાડાનો લોટ કે રજગીરાનો લોટ
2 કાચા કેળા
અડધી ચમચી લા મરચાં પાઉડર
1 ચમચી વરિયાળી
સિંધાલૂણ
ચપટી ખાંડ
પા ચમચી કાળી મરી પાઉડર
સમારેલુ કોથમીર
તળવા માટે તેલ કે ઘી
વિધિ- સૌથી પહેલા કેળાને બાફી લો. ઠંડુ થતા છાલટા ઉતારીને હાથથી મેશ કરી લો. હવે એક થાળીમાં સિંઘાડા કે રાજગીરાનો લોટ લઈને ગાળીને બાંધી લો. તેમાં બધા મસાલા અને કેળાના મિશ્રણ મિક્સ કરો. હવે લોટ બાંધીને 10-15 મિનિટ કપડાથી ઢાંકીને રાખી દો.
હવે તૈયાર લોટના લૂંઆ બનાવીને પૂરી વળી લો. એક કડાહીમાં ઘી/તેલ ગરમ કરી કેળાની ફરાળી પૂરી કરકરી થતા સુધી તળી લો. ગરમા-ગરમ પૂરીને દહીના રાયતા કે લીલી ચટણીની સાથે સર્વ કરો.