Festival Posters

Naga Sadhu - નાગા સાધુ શરીર પર રાખ શા માટે લગાવે છે ?

Webdunia
નાગા સાધુ પોતાના આખા શરીર પર ભભૂત લગાવે છે, પણ કેમ ? એ એટલા માટે કે નગ્ન અવસ્થામાં ભસ્મ કે ભભૂત જ તેમના વસ્ત્ર હોય છે. આ ભભૂત તેમને ઘણી વિપદાઓથી બચાવે છે જેવા કે મચ્છર કે વાયરલ. ભભૂતને નાગાબાબાઓનો પ્રથમ શ્રૃંગાર કહેવામાં આવે છે.

કેવી રીતે બને છે ભભૂત ? આ ભસ્મ કે ભભૂતિ લાંબી પ્રક્રિયા બાદ તૈયાર થાય છે. નાગા બાબા કોઈ મડદાંની રાખને શુદ્ધ કરીને શરીર પર લગાવે છે કે પછી તેમના દ્વારા કરવામાં આવેલ હવનની રાખને શરીર પર લગાવે છે. અથવા તો આ રાખ ધુનીની હોય છે.

હવન કુંડમાં પીપળો, રસાલા, બેલપત્ર, કેળા અને ગાયના છાણને ભસ્મ કરે છે. આ ભસ્મની થયેલ સામગ્રીની રાખને કપડાથી ચાળીને દૂધમાં તેના લાડૂ બનાવવામાં આવે છે. તેને સાત વાર અગ્નિમાં ગરમ કરવામા આવે છે. પછી કાચા દૂધમાં ઠંડી કરવામાં આવે છે. આ પ્રકારની તૈયાર ભસ્મને સમય સમય પર લગાવવામાં આવે છે. આ જ ભસ્મ નાગાબાબાઓનું વસ્ત્ર હોય છે.

નાગા સાધુઓનુ રૂપ : નાગા સાધુ પોતાના આખા શરીર પર ભભૂત લગાવીને નિર્વસ્ત્ર રહે છે. તેમની મોટી મોટી જટાઓ પણ આકર્ષણનું કેન્દ્ર રહે છે. હાથમાં ચિમટો, ચિલમ કમંડળ લઈને અને ચરસનો કશ લગાવતા આ સાધુઓને જોવા વિચિત્ર લાગે છે. મસ્તક પર આડી ભભૂતકલાગેલ ત્રણધારી તિલક લગાવીને ધુની કરતા રહે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લીવર કિડનીને સાફ કરવામાં અસરદાર છે આ ૩ શાકભાજી, રોજ ખાવાથી ક્લીન રહેશે કિડની, ડાયેટમાં કરો સામેલ

સાબુદાણાથી સ્વાદિષ્ટ ફ્રૂટ કસ્ટર્ડ બનાવો, તમે ઉપવાસ દરમિયાન પણ તેનો પ્રયાસ કરી શકો છો, રેસીપી ખૂબ જ સરળ છે.

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

Health Tips: ભૂલથી પણ આ લોકોએ ખાલી પેટે ચા ન પીવી જોઈએ, મોડું થાય તે પહેલાં જાણી લો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

વધુ જુઓ..

નવીનતમ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 24 માર્ચ

Lakshmi Panchami 2026: આજે લક્ષ્મી પંચમીના દિવસે જરૂર કરો લક્ષ્મી ચાલીસાનો પાઠ, ધન ધાન્યથી ભરાય જશે ઘરનો ભંડાર

Aaj nu panchang - આજનુ પંચાંગ -23 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ -22 માર્ચ

Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ

આગળનો લેખ
Show comments