rashifal-2026

Hindu Dharm - સાંજના સમયે ઘરમાં દિવો કેમ પ્રગટાવવો જોઈએ

Webdunia
મંગળવાર, 19 નવેમ્બર 2019 (18:39 IST)
દીવામાં અગ્નિનો વાસ હોય છે. જે પૃથ્વી પર સૂરજનુ રૂપ છે. ધર્મના લગભગ દરેક એક પ્રસિદ્ધ પુસ્તકમાં સંધ્યા પૂજનનુ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યુ છે. સાથે જ સંધ્યાના સમયે ઘરમાં દીવો કે પ્રકાશ કરવો પણ જરૂરી માનવામાં આવે છે. સંધ્યાનો શાબ્દિક અર્થ સંધિનો સમય છે. મતલબ જ્યા દિવસનુ સમાપન અને રાતની શરૂઆત થાય છે. 
 

જ્યોતિષ મુજબ દિવસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રાત:કાળ, મધ્યાહ્ન અને સંધ્યાકાળ. સંધ્યા પૂજન માટે સવારનો સમય સૂર્યોદયથી છ ઘટી સુધી, મધ્યાહ્ન 12 ઘટી સુધી અને સાંજ 20 ઘટી સુધી ઓળખાય છે. 
 
એક ઘટીમાં 24 મિનિટ હોય છે. વહેલીસવારે તારો રહેતા, મધ્યાહ્નમાં જ્યારે સૂર્ય મધ્યમાં જ હોય અને સાંજે સૂર્યાસ્ત પહેલા સંધ્યા(દિવાબત્તી)  કરવી જોઈએ.  સાંજના સમયે તાત્પર્ય પૂજા કે ભગવાનને યાદ કરવાથી શાસ્ત્રોની માન્યતા છે કે નિયમપૂર્વક સંધ્યા કરવાથી પાપરહિત થઈને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. 
રાત્રે કે દિવસે આપણાથી જાણતા અજાણતા ખરાબ કામ થઈ જાય છે.  એ ત્રિકાળ સંધ્યાથી નષ્ટ થઈ જાય છે. ઘરમાં સાંજનો દિવો પ્રગટાવવો કે પ્રકાશ રાખવો જરૂરી માનવામાં આવે છે. કારણ કે ઘરમાં સાંજના સમયે અંધારુ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. 
 
ઘરમાં બરકત રહેતી નથી અને ઘરમાં દરિદ્રતાનો વાસ રહે છે. તેથી સાંજે ઘરમાં અંધારુ ન રાખવુ જોઈએ. સાથે જ સંધ્યા સમયે ઘી નો દીવો પણ આ જ ઉદ્દેશ્યથી લગાવવમાં આવે છે. કહેવાય છે કે આ સમયે ઘરમાં ઘી નો દીવો લગાવવાથી ઘરમાં રહેતી નકારાત્મક ઉર્જા દૂર થવા ઉપરાંત ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઘરમાં લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે. 

હીન્દુ ધર્મ મુજબ પૂજામાં દીવાનું ઘણુ મહત્વ છે, કારણ કે દીવો જ્ઞાન અને પ્રકાશનું પ્રતિક છે. સામાન્ય રીતે પૂજામાં વિષમ સંખ્યામા દીવા પ્રગટાવવાની પરંપરા છે. દીવો પ્રગટાવવું સંદેશ આપે છે કે આપણે અજ્ઞાનનો અંધકાર હટાવી જીવનમાં જ્ઞાનના પ્રકાશ માટે પુરૂષાર્થ કરીએ.
 
દીવા એક, ત્રણ, પાંચ અને સાત એમ વિષમ સંખ્યામાં જ પ્રગટાવવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે વિષમ સંખ્યામાં દીવા મૂકવાથી વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. ગાયના ઘીનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે, નહી તો અન્ય ઘી અને તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. દીવો કરવાથી ઘર પ્રદૂષણ મુક્ત થાય છે. દીવામાં અગ્નિનો વાસ હોય છે જે સંસારમાં સૂર્યનું રૂપ છે.
 
એ વાત હંમેશા યાદ રાખો કે ક્યારેય દિવાથી દિવો ન પ્રગટાવવો જોઈએ. જે દિવાથી દિવો પ્રગટાવે છે તે વ્યક્તિ રોગી હોય છે. 

પીવાનાં પાણીમાં પિતૃનો વાસ હોય છે અને પીવાનાં પાણીનાં સ્થાને જો તેમનાં નામનો દીવો કરવામાં આવે તો પિતૃદોષની શાંતિ થાય છે એવી માન્યતા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

આગળનો લેખ
Show comments