Webdunia - Bharat's app for daily news and videos

Install App

26મી જાન્યુઆરી પર ભાષણ - Short Speech on Republic Day

Webdunia
બુધવાર, 15 જાન્યુઆરી 2020 (17:46 IST)
આદરણીય પ્રિંસિપલજી... આદરણીય શિક્ષકગણ અને મારા વ્હાલા મિત્રો.. આજે આપણે બધા અહી ગણતંત્ર દિવસ ઉજવવા માટે એકત્ર થયા છે. દરેક વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવનારો ગણતંત્ર દિવસ ભારતના રાષ્ટ્રીય પર્વમાંથી એક છે.  જેને દરેક ભારતવાસી સંપૂર્ણ ઉત્સાહ, જોશ અને સન્માન સાથે ઉજવે છે. 
 
રાષ્ટ્રીય પર્વ હોવાને નાતે તેને દરેક ધર્મ સંપ્રદાય અને દરેક જાતિના લોકો ખૂબ જ ઉલ્લાથી ઉજવે છે.  
ચાલો આપણે બધા જાણીએ કે આપણે 26 મી જાન્યુઆરીના દિવસે જ કેમ ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ ? 
 
વર્ષ 1930 થી ભારતના ક્રાંતિકારીઓ ભારતને એક સંવિધાનવાળો દેશ બનાવવા માંગતા હતા પણ 26મી જાન્યુઆરીના 1950ના રોજ આપણા દેશને પૂર્ણ સ્વાયત્ત ગણરાજ્ય જાહેર કરવામાં આવ્યુ અને આ દિવસે આપણુ સંવિધાન લાગૂ થયુ હતુ. આ જ કારણ છે કે દર વર્ષે 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. 
 
આવો આપણે સૌ મળીને તિરંગો લહેરાવીએ... 
આપણો ગણતંત્ર દિવસ છે આવ્યો.. નાચીને ખુશી મનાવીએ 
આપણો ગણતંત્ર દિવસ ખુશીથી મનાવીશુ.. 
દેશ પર કુર્બાન થયેલા શહીદોને શ્રદ્ધા સુમન ચઢાવીશુ 
26 જાન્યુઆરી 1950ના રોજ ગણતંત્ર લાગૂ થયો હતો  
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે ઝંડો લહેરાવ્યો હતો 
મુખ્ય અતિથિના રૂપમાં સુકારનોને બોલાવ્યા હતા.. 
જે ઈડોનેશિયન રાષ્ટ્રપતિ ભારતના હિતેચ્છુ હતા 
હતી એ ઐતિહાસિક ક્ષણ આપણી... 
જેણે ગૌરવાનિંત થયુ હતુ ભારત આપણુ 
વિશ્વનુ સૌથી મોટુ સંવિધાનનો ખિતાબ આપણે મેળવ્યો છે, 
સમગ્ર વિશ્વમાં લોકતંત્રનો ડંકો વગાડ્યો છે. 
તેમા બતાવેલા નિયમોને આપણે જીવનમાં અપનાવીએ.. 
થામીને એક બીજાનો હાથ આગળ ને આગળ ડગ વધારીએ 
આવો ત્રિરંગો લહેરાવીએ .. આપણો ગણતંત્ર દિવસ છે આવ્યો .. 
ઝૂમીએ નાચીએ ખુશીઓ મનાવીએ. 
 
મિત્રો આપણા દેશને સ્વતંત્રતા ખૂબ જ મહેનત અને પરેશાનીને ઉઠાવ્યા પછી જ મળી શકી છે. તેને બરબાદ ન થવા દો.. ભણો.. કંઈક શીખો અને સૌની સાથે લઈને આગળ વધો  હજુ તો આપણે ફક્ત સાંભળીએ છીએ કે ભારત પિછડાયેલા દેશોમાંથી એક છે.. ક્યાક એવુ ન થાય કે આપણે સાચે જ ધીરે ધીરે પાછળ જતા રહીએ.. 
 
આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણને અન્ન વસ્ત્ર ઘર બધુ જ મળ્યુ છે. બસ જરૂર છે કે આપણે શીખીએ કે કેવી રીતે આપણે પ્રેમથી એકબીજા સાથે રહીએ. 
 
અંતમાં હુ બસ એટલુ જ કહેવા માંગીશ કે આવો સૌ મળીને કંઈક એવુ કરીએ કે ભારતનો ઝંડો સદા ઊંચો રહે.. 
 
જય હિંદ... 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments