Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગણતંત્ર દિનની પરેડમાં પાટણની દીકરીનો ડંકો, વંદનાએ જીત્યો ‘મોસ્ટ વેલ્યુએબલ સ્ટુડન્ટ એવોર્ડ’

ગણતંત્ર દિનની પરેડમાં પાટણની દીકરીનો ડંકો, વંદનાએ જીત્યો ‘મોસ્ટ વેલ્યુએબલ સ્ટુડન્ટ એવોર્ડ’
, શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (13:28 IST)
આજના આધુનિક સમયમાં દીકરો-દીકરી એકસમાનના નારા એમ જ લગાવવામાં નથી આવતા. દીકરીઓએ દીકરા સમાન થઇને સમાજમાં પોતાનું અસ્તિત્વ પુરવાર કર્યું છે. આજકાલ દરેક જગ્યાએ મહિલા  સશક્તિકરણના અને સફળતના અનેક કિસ્સા સાંભળવા મળતા હોય છે. જે માત્ર રાજ્ય સ્તરે નહીં પણ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરના હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે.

દેશના 70મા ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે રાજધાની નવી દિલ્હી ખાતે રાજપથ પર યોજાયેલી પરેડમાં પાટણની દીકરીએ તેના પરિવાર સાથે દેશનું નામ રોશન કર્યું છે. સરકારી ઇજનેરી કોલેજના એનએસએસ યુનિટની વોલન્ટીયર વંદના પટેલે આ પરેડમાં ભાગ લઇ ‘મોસ્ટ વેલ્યુએબલ સ્ટુડન્ટ એવોર્ડ’ જીતી લઈ પાટણ શહેર-જિલ્લાને ગૌરવ બક્ષ્યું છે. આ એવોર્ડ માટે ઉત્તર ગુજરાતની એકમાત્ર વિદ્યાર્થીની વદંના પટેલની પસંદગી કરવામાં આવી છે.
પ્રજાસત્તાક દિવસે યોજાનારી પરેડમાં ભાગ લેવાની તક મળવી એ દરેક દેશપ્રેમી માટે ગૌરવ લેવા જેવી બાબત હોય છે. તેમાં કેટલાંય દિવસની મહેનત અને પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. આ પરેડ માટે તમામ વોલન્ટીયર 30 દિવસથી દિલ્હી ખાતે તાલીમ લઇ રહ્યા હતા. આ પરેડમાં પંદરથી વીસ લોકોને આ એવોર્ડ મળ્યો હતા જેમાં ગુજરાતની વંદનાને પણ મોસ્ટ વેલ્યુએબલ સ્ટુડન્ટ એવોર્ડથી નવાજવામાં આવી હતી. જ્યારે વંદનાની જ કોલેજના બીજા વિદ્યાર્થી ચિરાગ સોલંકીએ પાલનપુર ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનમાં 50 વોલન્ટીયરના કમાન્ડર તરીકેની ભૂમિકા નિભાવી હતી. આ બંને વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી પ્રેક્ટીસ કેમ્પમાં તૈયારી કરી 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એપેરલ પાર્ક ડેપો ખાતે ટ્રેનને 900 મીટર સુધી સૌપ્રથમવાર મેટ્રો ટ્રેન નો ટ્રાયલ થયો