ભારતીય સેનાએ પોતાની તકનીકી તાકતનો એક નવો અધ્યાય લખતા ગણતંત્ર દિવસ પરેડનુ રિહર્સલમા રાઈફલ માંઉટેડ રોબોટ્સ ને પ્રદર્શિત કર્યુ. આ રોબોટ્સને ભારતીય સેનાનુ સુલ્તાન કહેવામાં આવી રહ્યુ છે. જે આધુનિક યુદ્ધની નવી પેઢીનુ પ્રતિક બની ચુક્યુ છે.
કર્તવ્ય પથ પર થયેલ રિહર્સલ દરમિયાન આ ચાર પગવાળા રોબોટિક ડૉગ્સ (robotic dogs) રાઈફલ યુક્ત થઈને માર્ચ કરતા જોવા મળ્યા. વાયરલ વીડિયો અને તસ્વીરોમાં આ રોબોટ્સ પોતાની સટીક ચાલ અને મજબૂત બનાવટ સાથે સૌનુ ધ્યાન ખેંચી રહ્યા છે. આ રોબોટ્સ ફક્ત નજર રાખવામા કે દેખરેખ કરવામાં સક્ષમ નથી પણ તેમના પર માઉંટેડ અસોલ્ટ રાઈફલ્સ દ્વારા દુશ્મન પર સટીક હુમલો કરવાની ક્ષમતા પણ રાખે છે.
સેનાના સૂત્રો મુજબ આ મલ્ટી યૂટિલિટી લેગ્ડ ઈક્વિપમેંટ (MULE) કે આ પ્રકારના સ્વદેશી રોબોટિક સિસ્ટમ છે. જે સમ્પૂર્ણ રીતે મેક ઈન ઈંડિયા પહેલ હેઠળ વિકસિત કરવામાં આવ્યા છે. આ રોબોટ દુર્ગમ પર્વતીય વિસ્તાર, જંગલો અને આતંકવાદ વિરોધી અભિયાનોમાં સૈનિકોનો જીવ બચાવવા માટે ગેમ ચેંજર સાબિત થઈ શકે છે. જ્યા સૈનિકો માટે પહોચવુ જોખમ ભર્યુ હોય છે. ત્યા આ રોબોટ કોઈપણ સંકટ વગર મિશન પુર્ણ કરી શકે છે.
<
HISTORIC Rifle-mounted robots of the Indian Army were seen at the Republic Day rehearsal at Kartavya Path, New Delhi
રિહર્સલ દરમિયાન આ રોબોટ્સને જોઈને દર્શકોમાં હેરાની અને ગર્વ બંને ભાવના ઉમડી. સોશિયલ મીડિયા પર લોકો તેને "ભારતીય સેનાનો નવો સુલ્તાન" અને "ફ્યુચર વૉરફેયર નુ પ્રતિક" બતાવી રહ્યા છે. એક યુઝરે લખ્યુ, પરંપરા અને નવાચારનો શાનદાર સંગમ ... જય હિન્દ.
આ પ્રદર્શન ભારતની રક્ષા ક્ષમતામાં થઈ રહેલી ઝડપી પ્રગતિને દર્શાવે છે. ડીઆરડીઓ અને ભારતીય સેનાના સંયુક્ત પ્રયાસોથી આવા હાઈ-ટેક હથિયારોનો વિકાસ થઈ રહ્યો છે, જે આવનારા સમયમાં દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
26 જાન્યુઆરીના રોજ મુખ્ય પરેડમાં આ રોબોટ્સની ઝલક જોવા મળી શકે છે. જે ચોક્કસ રૂપે ગણતંત્ર દિવસને યાદગાર બનાવી દેશે. ભારતીય સેના સતત આધુનિક તકનીકને અપનાવીને આત્મનિર્ભર ભારત નો સંકલ્પ સાકાર કરી રહી છે.