rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સવારની પહેલી નમાજ પહેલા જ ભારતે છોડ્યા બ્રહ્મોસ, પાક પીએમ શહબાજ શરીફનુ નિવેદન

Sharif
, શુક્રવાર, 30 મે 2025 (14:42 IST)
ઓપરેશન સિંદૂરના હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનના અનેક સૈન્ય એયરબેસને બરબાદ કરી દીધા હતા. પહેલા તો પાકિસ્તાન આ વાતને નકારતુ રહ્યુ. પણ હવે પાકિસ્તાને આ વાતને સ્વીકાર કરી લીધી છે. ઉલ્લ્કેહનીય છે કે એક રિપોર્ટ મુજબ પાકિસ્તાની પ્રધાનમંત્રી શહબાજ શરીફે એક મોટી વાતનો સ્વીકાર કરતા કહ્યુ છે કે 9 થી 10 મે ની રાત્રે ભારતના હુમલા દરમિયાન પાકિસ્તાની સેના અચાનક ફસાઈ  ગઈ. ભારતે રાવલપિંડીના હવાઈ મથક સહિત મુખ્ય સૈન્ય ઠેકાણા પર હુમલો કરવા માટે બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ કર્યો.  
 
શહબાજ શરીફે શુ કહ્યુ ?
અજરબૈજાનમાં એક કાર્યક્રમમાં બોલતા શહબાજ શરીફે કહ્યુ કે પાકિસ્તાને 10 મે ના રોજ સવારની નમાજ પછી ભારત પર હુમલો કરવાની યોજના બનાવી હતી.  શરીફે કઝ્યુ કે પાકિસ્તાન કંઈ કરે એ પહેલા જ ભારતની લાંબી દૂરીની સુપરસોનિક બ્રહ્મોસ ક્રૂજ મિસાઈલોએ પાક્સિતાનના અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા.  શરીફે કહ્યુ કે તેમને સવાર સવારે હુમલાની માહિતી મુનીરે આપી.  જેમને હવે ફિલ્ડ માર્શલના પદ પર નિમણૂક કરવામા આવી છે.  પાક પીએમે કહ્યુ કે અમારુ સશસ્ત્ર બળ ફજ્રની નમાજ  પછી સવારે 4.30ની કાર્યવાહી કરવા માટે તૈયાર હતુ. પણ તેમને એટલો પણ ટાઈમ ન મળી શક્યો. એ પહેલા જ ભારતે એકવાર ફરી બ્રહ્મોસનો ઉપયોગ કરતા રાવલપિંડીના હવાઈ મથક સહિત પાકિસ્તાનના અનેક વિસ્તારોને નિશાન બનાવ્યુ.  

 
ભારતે કેમ શરૂ કર્યું ઓપરેશન સિંદૂર ?
પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ પછી, ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે 9 અને 10 મેની રાત્રે મોટી કાર્યવાહી કરી અને પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને તેમને નષ્ટ કરી દીધા. આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ પછી, પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઇલ હુમલા કરીને બદલો લીધો, જોકે ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આ પછી, ભારતે ફરીથી કાર્યવાહી કરી અને બ્રહ્મોસથી હુમલો કરીને પાકિસ્તાનના ઘણા એરબેઝનો નાશ કર્યો, જેના પછી પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું.
 
પાકિસ્તાને યુદ્ધવિરામનો પ્રસ્તાવ કેમ મૂક્યો?
ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. હકીકતમાં, ભારતીય વાયુસેનાના હુમલામાં પાકિસ્તાનના ઘણા એરબેઝ અને રડાર સિસ્ટમ નાશ પામી હતી. આ હુમલાઓએ પાકિસ્તાનની સેના અને સરકારને ઘૂંટણિયે પાડી દીધી. આ જ કારણ હતું કે પાકિસ્તાની સેના પાકિસ્તાનથી પેસેન્જર વિમાનોને ઉડાન ભરવાની મંજૂરી આપી રહી હતી જેથી ભારતીય સેના દ્વારા થતા હુમલાઓને રોકી શકાય અથવા ટાળી શકાય. તે જ સમયે, ભારતીય સેના ઇચ્છતી ન હતી કે ભૂલથી પણ કોઈ પેસેન્જર વિમાનને નુકસાન થાય. જોકે, ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ચોક્કસ હુમલાઓ પછી, પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું અને યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંકિતા ભંડારી કોણ છે? ઉત્તરાખંડના સનસનાટીભર્યા હત્યા કેસમાં ત્રણેય આરોપીઓને આજીવન કેદ