Webdunia - Bharat's app for daily news and videos

Install App

Republic Day 2024 History and Significance- શા માટે 26 જાન્યુઆરીના દિવસે જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ

Webdunia
રવિવાર, 21 જાન્યુઆરી 2024 (13:04 IST)
Republic Day 2024- પ્રજાસત્તાક દિવસ સ્વતંત્ર ભારતની ભાવનાનું પ્રતીક છે. 1930 માં આ દિવસે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. આ દિવસ ભારતીય લોકોને તેમની સરકારને લોકશાહી રીતે પસંદ કરવાની શક્તિની યાદ અપાવે છે. દેશમાં આ દિવસે રાષ્ટ્રીય રજા પણ છે. 
 
26 જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનો અમલ શરુ થયો તે પહેલા પણ ૨૬ મી તારીખનું વિશેષ ઐતિહાસિક મહત્વ હતું. 
ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી 1950ના દિવસે 50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને 71 વર્ષ પહેલાં ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી. અંગ્રેજોના શાસનકાળથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ સ્વતંત્ર બન્યો હતો. ત્યારથી આજ સુધી દર વર્ષે રાષ્ટ્રીય તહેવારને ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. 
 
લગભગ 2 દસકા જુની આ યાત્રા હતી જેને સન 1930માં એક સપનાના રૂપમાં સંકલ્પિત કરવામાં આવી હતી અને આપણા ભારતના શુરવીર ક્રાંતિકારીઓએ સન 1950માં આને એક સ્વતંત્રતાના રૂપમાં સાકાર કરી હતી. ત્યારથી ધર્મનિરપેક્ષતા અને લોકતાંત્રિક રાષ્ટ્રના રૂપમાં ભારતનું નિર્માણ એક ઐતિહાસિક ઘટના રહ્યું છે. 
 
એવું પણ કહેવામાં આવે છે કે 31મી ડિસેમ્બર 1929ની મધ્ય રાત્રિએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લાહોર સત્ર દરમિયાન રાષ્ટ્રને સ્વતંત્ર બનાવવાની પહેલ પણ કરવામાં આવી હતી. આ સત્રની અધ્યક્ષતા પંડિત જવાહરલાલ નહેરૂએ કરી હતી. તે બેઠકની અંદર હાજર રહેલ બધા જ ક્રાંતિકારીઓએ અંગ્રેજી સરકારના કબ્જાથી ભારતને આઝાદ કરવા અને પુર્ણરૂપે સ્વતંત્રતાને સપનામાં સાકાર કરીને 26 જાન્યુઆરી 1930ના દિવસને સ્વતંત્રતા દિવસના રૂપમાં એક ઐતિહાસિક પહેલ બનાવવાના સોગંદ લીધા હતાં. ભારતના તે શુરવીરોએ પોતાના તે લક્ષ્ય પર ખરા ઉતરવા માટે ખુબ જ જોરદાર પ્રયત્ન કરતાં તે દિવસને સ્વતંત્રતાના રૂપમાં સાર્થક કરવા માટે એકતા દર્શાવી અને ભારત સાચે જ સ્વતંત્ર દેશ બની ગયો. 
 
ત્યાર બાદ ભારતીય સંવિધાન સભાની બેઠકો થતી રહી જેની પહેલી બેઠલ 9 ડિસેમ્બર 1946માં થઈ, જેમાં ભારતીય નેતાઓ અને અંગ્રેજી કૈબિનેટે મિશનમાં ભાગ લીધો. ભારતને એક સંવિધાન આપવાના વિષયમાં કેટલીયે ચર્ચાઓ, વિનંતીઓ અને વાદ-વિવાદો કરવામાં આવ્યાં હતાં. ઘણી સમૌઅ સુધી સંશોધન કર્યા બાદ ભારતીય સંવિધાનને છેલ્લુ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ પછી એટલે કે 26 નવેમ્બર 1949ને અધિકારીક રૂપથી સ્વીકારવામાં આવ્યો હતો. 
 
આ અવસરે ડો. રાજેન્દ્રપ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના રૂપમાં સોગંદ લીધા હતાં. જો કે ભારત 15મી ઓગસ્ટ 1947માં જ એક સ્વતંત્ર રાષ્ટ્ર બની ગયું હતું પરંતુ આ સ્વતંત્રતાની સાચી ભાવનાને પ્રગટ કરી અને 26મી જાન્યુઆરી 1950ને ઈર્વિન સ્ટેડિયમ જઈને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને ગણતંત્રના રૂપમાં સમ્માન આપીને ભારતીય સંવિધાન લાગુ થયું.

સંબંધિત સમાચાર

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments