Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Republic Day 2023 Speech: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

speech video
શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (11:37 IST)
Republic Day 2022 Speech: દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દર વર્ષે ભારતના લોકો 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્ણ ઉત્સાહ સાથે કરે છે. દિલ્હીના રાજપથ પર પરેડ (Republic Day parade) પ્રજાસત્તાક દિવસનું મુખ્ય આકર્ષણ વિવિધ રાજ્યોની ઝાંખીઓ છે.. આ વર્ષે દેશનો 73મો પ્રજાસત્તાક દિવસ બુધવાર, 26 જાન્યુઆરી, 2022 ના રોજ ઉજવશે. Republic Day ના પ્રસંગે શાળાઓ અને કોલેજો ઘણી સ્પર્ધાઓનું આયોજન કરે છે જેમ કે ચર્ચા, ભાષણ, નિબંધ વગેરે. શું તમે પણ આ પ્રસંગે ભાષણ આપવાનું વિચારી રહ્યા છો? તો અહી અમે કેટલીક નિબંધ અને ભાષણ સ્પીચ અંગેની ટિપ્સ (Republic Day 2022 Speech Tips) આપી રહ્યા છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. 
 
ગણતંત્ર દિવસ (Republic Day 2022) આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શિક્ષક દ્વારા તૈયાર કરાયેલું ભાષણ અલગ અલગ હોઈ શકે છે. ભાષણ તૈયાર કરતા પહેલા, વિષય પસંદ કરો. ભાષણ માટે- પ્રજાસત્તાક દિવસનો ઇતિહાસ અને મહત્વ, ભારતનું બંધારણ, ત્રિરંગાનો ઇતિહાસ અથવા પ્રજાસત્તાક દિવસની પરેડ પસંદ કરી શકાય. અહીં અમે તમને 26 જાન્યુઆરીએ ભાષણના 2 સરળ ઉદાહરણો આપી રહ્યા છીએ જેનો તમે તમારા માટે ઉપયોગ કરી શકો છો.
 
ભાષણ 1 
 
ભાષણની શરૂઆતમાં સૌ પ્રથમ સૌને નમસ્કાર, ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર માનો. પછી બોલવાનું શરૂ કરો. આપણે બધા આજે આપણા દેશના 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે અહીં એકઠા થયા છીએ. ગણતંત્ર દિવસ પર ભાષણ આપવા બદલ હુ ખુદને સન્માનિત અનુભવી રહ્યો/રહી છુ.  આપણા દેશમાં ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ખૂબ જ આનંદ અને ગર્વ સાથે ઉજવવામાં આવે છે.  આજના જ દિવસે 1950માં આ દિવસે ભારતીય બંધારણ લાગૂ વ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે ભારતને 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી, પરંતુ દેશ પાસે પોતાનું કોઈ બંધારણ નહોતું. આ દિવસે એટલે કે 26 જાન્યુઆરી 1950 ના રોજ, આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું, જે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરે બનાવ્યું હતું.
 
આજે આ બંધારણના કારણે આપણો દેશ સંપૂર્ણ પ્રજાસત્તાક છે. આ દિવસે, સૌ પ્રથમ, ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ જે હવે અમર જવાન જ્યોતિમાં વિલીન છે તેના પર દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. લોકશાહી દેશમાં રહેવું એ આપણા બધા માટે ગર્વની વાત છે. હું મારા ભાષણનો અંત એમ કહીને કરવા માંગુ છું કે એક સાચા દેશભક્તની જેમ દેશને વધુ સારી જગ્યા બનાવવામાં યોગદાન આપતા રહો. આભાર! જય હિન્દ.
 
ભાષણ 2  
 
પ્રજાસત્તાક દિવસના રાષ્ટ્રીય તહેવાર પર દરેકને નમસ્કાર, આ માત્ર એક રાષ્ટ્રીય રજા નથી. પ્રજાસત્તાક દિવસ આપણા માટે સન્માનની ભાવના છે કારણ કે ભારતને 1950માં બ્રિટિશ શાસનથી  સ્વતંત્રતા મળી અને 'પૂર્ણ સ્વરાજ' મળ્યું હતું. 26 જાન્યુઆરી આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ  દિવસે 1930 માં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેના લાહોર અધિવેશનમાં સંપૂર્ણ સ્વતંત્રતાની માંગની જાહેરાત કરી હતી. ત્યારબાદ એ જ દિવસે 1950 માં ભારત એક ગણતંત્રના રૂપમાં અસ્તિત્વમાં આવ્યું.
 
પ્રજાસત્તાક દિવસ આપણા સૌ ભારતીયોમાં આનંદ, ઉલ્લાસ અને નવા વિચારોનો સંચાર કરે છે. તે દેશવાસીઓને પ્રતિજ્ઞા લેવા માટે પણ પ્રેરિત કરે છે કે તેઓ અમર શહીદોના બલિદાનને વ્યર્થ નહીં જવા દે અને પોતાના દેશની રક્ષા, ગૌરવ અને ઉત્થાન માટે હંમેશા સમર્પિત રહેશે. આભાર જય હિન્દ

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સેકસ વર્કર તથા તેમના ગ્રાહકની ધરપકડ, રેસ્ક્યું કે રેઇડના કવરેજ દરમિયાન તેમની ઓળખ જાહેર ન રાખવા સર્વોચ્ચ અદાલતનો સ્પષ્ટ નિર્દેશ