Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૃથ્વીનું સ્વર્ગ કેદારનાથ - આવો જાણીએ ઉત્તરાખંડના આ સુંદર મંદિરની સ્ટોરી

Webdunia
સોમવાર, 27 મે 2024 (18:40 IST)
કેદારનાથ ધામ ભારતના બાર જ્યોતિર્લિંગમાંથી એક છે  કેદારનાથ ધામ ભારતના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. કહેવાય છે કે અહીં પવન સીધો સ્વર્ગમાંથી આવે છે. અને આ ઉત્તરાખંડનું સૌથી મોટું શિવ મંદિર છે. જે પથ્થરના ટુકડાને જોડીને બનાવવામાં આવે છે અને આ જ્યોતિર્લિંગ આકારમાં ત્રિકોણાકાર છે. અને મંદિરની બહારના પ્રાંગણમાં નંદી બળદ વાહન તરીકે બેઠેલા છે. આ ધામ મંદાકિની નદીના કિનારે 3581 મીટરની ઉંચાઈ પર આવેલું છે, ચાલો તમને જણાવીએ કે આ ભવ્ય મંદિરની સ્થાપના કેવી રીતે થઈ હતી.
 
કેવી રીતે થઈ કેદારનાથની સ્થાપના 
 
પુરાણો અનુસાર, મહાન તપસ્વી શ્રીનર અને નારાયણે હિમાલયના કેદાર નામના સૌથી સુંદર શિખર પર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઘણા વર્ષો સુધી કઠિન તપસ્યા કરી. કેટલાય હજાર વર્ષો સુધી તેઓ ઉપવાસ કરતા રહ્યા અને એક પગ પર ઉભા રહીને શિવના નામનો જપ કર્યો. આ તપસ્યાને લીધે તે સર્વ લોકમાં પ્રસિદ્ધ થઈ ગયા.
 
 બધા તેમની સાધના અને સંયમની પ્રશંસા કરવા લાગ્યા. ચરાચરના પિતામહ બ્રહ્માજી અને સૌની પાલન પોષણ કરનારા ભગવાન વિષ્ણુ પણ મહાપસ્વી નર-નારાયણના તપની પ્રશંસા કરવા લાગ્યા.  ભગવાન શિવ પણ તેમની કઠણ સાધનાથી પ્રસન્ન થઈ ગયા અને તેમને પ્રત્યક્ષ પ્રગટ થઈને એ બંને ઋષિઓને દર્શન આપ્યા. નર અને નારાયણ એ ભોલેનાથના દર્શનથી ભાવ વિભોર થઈને  ખૂબ પ્રકારની પવિત્ર સ્તુતિઓ અને મંત્રોથી તેમની પૂજા અર્ચના કરી.  શિવજીએ ખુશ થઈને તેમને વર માંગવા કહ્યુ.  ભગવાન શિવની આ વાત સાંભળીને બંને ઋષિઓએ તેમને કહ્યુ, 'દેવાધિદેવ મહાદેવ, જો તમે પ્રસન્ન છો તો ભક્તોના કલ્યાણ માટે તમે સદા માટે તમારા સ્વરૂપને અહી સ્થાપિત કરવાની કૃપા કરો.  તમારા અહી નિવાસ કરવાથી આ સ્થાન બધી રીતે એકદમ પવિત્ર થઈ જશે.  અહી તમારા દર્શન પૂજન કરનારા મનુષ્યોને તમારે અવિનાશિની ભક્તિ પ્રાપ્ત થતી રહેશે. પ્રભુ તમે મનુષ્યોના કલ્યાણ અને તેમના ઉદ્દાર માટે તમારા સ્વરૂપને અહી સ્થાપિત કરવાની પ્રાર્થના સ્વીકાર કરો.  તેમની પ્રાર્થના સાંભળીને ભગવાન સ હિવે જ્યોતિર્લિંગના રૂપમાં ત્યા વાસ કરવાનુ સ્વીકાર કર્યુ.  કેદાર નામના હિમાલય-શૃંગ પર સ્થિત થવાને કારણે આ જ્યોતિર્લિંગને શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં ઓળખાય છે અને આજના સમયમા લોકો તેને કેદારનાથના નામથી ઓળખે છે.  ભગવાન શિવ પાસેથી વરદાન માંગતી વખતે નર અને નારાયણે આ જ્યોતિર્લિંગ અને આ પવિત્ર સ્થળ વિશે જે પણ કહ્યું છે તે સાચું છે. આ જ્યોતિર્લિંગના દર્શન કરીને, તેની પૂજા કરીને અને અહીં સ્નાન કરવાથી ભક્તોને સાંસારિક લાભની સાથે સાથે શિવની ભક્તિ પણ મળે છે. 
 
કેદારનાથ ધામની પ્રાચીન માન્યતા
 
એવું માનવામાં આવે છે કે મહાભારત પછી, પાંડવો તેમના ગોત્ર ભાઈઓની હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની શરણ લેવા માંગતા હતા. અને આ માટે તે ભગવાન શિવને શોધવા હિમાલય તરફ ગયા. ત્યારે ભગવાન શિવ અંતર્ધ્યાન થઈને કેદારમાં જઈને વસ્યા. પાંડવ પણ તેમની પાછળ કેદારમાં જઈ પહોચ્યા અને તેમને આવતા જોઈને ભગવાન શિવે ભેંસનુ રૂપ ધારણ કરી લીધુ અને પશુઓની વચ્ચે જતા રહ્યા.  ત્યારે ભીમ પોતાનુ વિરાટ રૂપ ધારણ કરી બે પર્વત પર પોતાના પગ મુકીને ઉભા થઈ ગયા.  બધા પશુ ભીમના પગ નીચેથી જતા રહ્યા પણ ભગવાન શિવ અંતર્ધ્યાન થવાના જ હતા કે ભીમે ભોલેનાથની પીઠ પકડ લીધી.  પાંડવોની આ લાલસા જોઈને શિવ ખૂબ પ્રસન્ન થયા અને તેમને દર્શન આપ્યા. ત્યારબાદ પાંડવ પાપથી મુક્ત થઈ ગયા અને પાંડવોએ અહી કેદારનાથ મંદિરનુ નિર્માણ કરાવ્યુ. જેમા આજે પણ બળદના પીઠની આકૃતિ-પિંડના રૂપમાં પૂજા કરવામાં આવે છે. 
 
 
કેદારનાથના દર્શન કરવાથી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે
 
કેદારનાથ ધામ ભારતના પાંચ પીઠોમાં શ્રેષ્ઠ છે અને લોકોને અહીં પહોંચવા માટે જોખમી વિસ્તારોનો સામનો કરવો પડે છે, કારણ કે તે ચાર ધામોમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. શિવપુરાણમાં કહેવાયું છે કે કેદારનાથની યાત્રા કરનારા તીર્થયાત્રીઓ સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને તેમના તમામ પાપોમાંથી મુક્ત થાય છે. સાથે જ સાચા મનથી જે પણ કેદારનાથનુ સ્મરણ કરે છે તેમની બધી મનોકામનાઓ પૂરી થાય છે.  ઉલ્લેખનીય છે કે કેદારનાથના પાણીનુ અત્યંત ધાર્મિક મહત્વ બતાવ્યુ છે. લોકોનુ કહેવુ છે કે જો તમે મંદિરમાં પ્રાર્થના પછી પાણી પીવો છો તો તમને તમારા બધા પાપમાંથી મુક્તિ મળી જશે. 
 
કેવી રીતે પહોચશો કેદારનાથ ? 
 
આ રીતે કેદારનાથ પહોંચ્યા
 
હવાઈ ​​માર્ગે - હેલિકોપ્ટર સેવાઓ દ્વારા કેદારનાથ ખૂબ જ સરળતાથી પહોંચી શકાય છે, જે ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએથી કાર્યરત છે. કેટલાક મુખ્ય સ્થાનો જ્યાંથી તમે કેદારનાથ માટે હેલિકોપ્ટર મેળવી શકો છો: દેહરાદૂન, ગુપ્તકાશી, સિરસી અને ફાટા.
 
ટ્રેન: કેદારનાથના નજીકના રેલ્વે સ્ટેશનો ઋષિકેશ (215 કિમી), હરિદ્વાર (241 કિમી) છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

પૂજામાં કેટલી અગરબત્તી પ્રગટાવવી શુભ કહેવાય છે ? ઘરની સમૃદ્ધિ માટે જાણો અગરબત્તીના પ્રગટાવવાના નિયમ

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments